rekha shukla

Others

4  

rekha shukla

Others

લીલી વાડી અને લીલા લહેર

લીલી વાડી અને લીલા લહેર

2 mins
219


જીવનમાં અસંતોષ થઇ આવે એવી તો અગણિત વાતો બનતી જ રહે છે. પરંતુ કોઈ દિ’ જરા શાંત ચિત્તે બેસીને વિચારીએ તો આવું ય થઇ આવે, હોં !- સૌમ્યા જોશીબસ...લીલી વાડી અને લીલા લહેર 

આજે જીવનબાગના ફુલ છોડવાઓની માવજત કરતા કરતા કવિતા નામે કલ્પતરૂ

આ તો શિકાગો છે, વિન્ડી - સિટીને કાતિલ ઠંડી દર શિયાળે મારું બાળપણનું ઘર યાદ આવે. ક્યારેક સપનામાં રૂબરૂ જઈ પણ આવું. મસ્ત મજાનો કૂણો તડકો ચળાઈને આવતો હોય. કરેણના ફૂલનું ઝાડ બાજુમાં બેઠું બારમાસીના ફૂલો સાથે ગેલ કરતું લળી લળી વાતુ કરતું હોય. આસોપાલવના કૂણા પાંદડા હસતા હસતા ટપકાં મૂકતાં હોય. શાલ ઓઢીને બેઠેલી નાનકી આંખો બંધ કરીને તડકો માણતી હોય. ને ઝીણહદી કંઈક ગણગણતી હોય.

એને ગાવાનો બહુ શોખ. હજુ પણ રોજ ગાય એના ઝીણા મસ્ત અવાજમાં તમને એમ થાય કે સાંભળ્યા જ કરીએ. હરીશભાઈ જગતીયાએ કેહલું કે હા જે પાસે નથી તે વધુ યાદ આવે. થાકેલી હશે, ઝુરેલી હશેને ઝુકેલી હશે..પાંપણો તારી ઝાંઝરના રવે ટહુકેલી હશે..સઘળુ તો યાદ કરીને રાખ્યુ હતુ રુમાલમા, જોજે મા પાછુ વળી એમા દિકરી મુકેલી હશે. પરણીને સાસરે આવો ત્યાર પછી નવા ચેપટર ની શરૂઆત થાય એમાં ગમોને અણગમો વત્તા-બાદબાકી ની જેમ ! ના જાઓ ત્યારે આવે યાદને ગયા પછી જીવ તો કામ-ઘર-વરને બાળકોમાં જ હોય. એટલે ક્યારેક વિચારું કે મનને શું જોઈએ છે તે નક્કી કરે એટલી જ વાર બાકી શોધો ભગવાન તો ભગવાન મળે.

મનને વસવસો કરવાની આદત હોય છે. જંપે નહીં ને જંપવા દે નહીં. દીકરો આવે તો દીકરી જોઈએ. કબાટમાં સમાય નહીં તોય કંઇ પહેરવા નથી શોપિંગ કરે જ છૂટકો. ઓલ યુ કેન ઇટ. તો પૈસા કર્યા વસૂલ પણ પછી ડાયટ સોડા લઈ માની લે કે રોજ રોજ કંઈ બહાર થોડા જમીએ છીએ ! બધા એમ જ કરે કોઈક જ માને કે પેટ થોડુ પારકું છે ? અરે નાનપણથી તો ટેવ પડાવવામાં આવી હોય કે થાળીમાં પીરસેલ બધું ખાધા પછીજ ઉઠવાનું. એજ રીવાજ એજ મજા એજ સમજણ એજ ચીલાચાલુ વાતો.

એમાં આવ્યું ગુગલને ફેસબુક. કંઈક ગમતું કંઇક નવું કંઈક છોભિલુંને કંઇક અનેરું જાણવા મળે. મન હવે દોડે ચારે દિશામાંને વિચારે તરસ તો ઘણી રેહવાની જ છે. બધું બધાને ગમતું તો પણ ઘણું છે. આ જિંદગી ઘણી સરસ છે. ભલે બધાની તરસ અલગ છે પણ જિંદગી બધા જીવે છે. મ્હાલે છે, માણે છે. સારા નરસાં પ્રસંગે પહોંચાય ન પહોંચાય તેવું પણ બનેને મન ખેદ અનુભવે. પણ ફેસટાઇમ કરો એટલે મળ્યા જેટલો જ આનંદ અનુભવો. કોઈના સપના પાર પડે મહેનતને લગનને ઇશ્વર મૂકે માથે હાથ સર્વ ના માથે. સર્વ શ્રેષ્ઠ યુગમાં ઘણા ટેલેન્ટ્સ જોઈને દિલ ઝૂમી ઉઠે.

કવિ સંબેલન ગામે ગામે થાય. નવોદિત માન સન્માન પામેને કંઈક ગુમાવ્યાં છંતા કંઈક પામ્યાનો સંતોષ અનુભવે. જિંદગી ભલે રહી તરસી થોડી સરકતી રહે છે યાદો થોડી થોડી પણ સૌને ગમે છે જીવવી આ જિંદગી


Rate this content
Log in