Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

લ્હાણી કરો

લ્હાણી કરો

1 min
134


લતાબેન ને સવારે કમરમાં અસહ્ય દુખાવો ઉપડતા ઘરમાં ગરમ પાણીનો શેક કરવાની કોથળી શોધી રહ્યાં પણ ક્યાંય ના મળી. એમણે જય ને બાજુમાં પડોશીને ત્યાંથી શેકની કોથળી લેવા મોકલ્યો..‌ જય દોડતો શેક કરવાની કોથળી લઈ આવ્યો અને લતાબેને શેક કર્યો સારું થયું એટલે રસોઈ બનાવીને જમ્યાં.

સાંજે ઓફિસથી અરવિંદ ભાઈ આવ્યાં એટલે એમણે શેકની કોથળી જોઈ પૂછ્યું કે આ અહીં ક્યાંથી આવી ?

જય બોલ્યો મમ્મી ને કમરમાં વેદના થતી હતી એટલે બાજુમાંથી લઈ આવ્યો છું.

લતાબેન : આપણી શેક કરવાની કોથળી મળતી નથી ? તમે જોઈ ?

ધીમે રહીને અરવિંદ ભાઈ બોલ્યા એ તો હું મારાં નાનાં ભાઈને જરૂર હતી તો આપી દીધી છે.

લતાબેન : તમ તમારે ઘરમાંથી બીજી વસ્તુઓ પણ લઈ જઈને લ્હાણી કરી આવો.


Rate this content
Log in