લાલચ કરે વિનાશ
લાલચ કરે વિનાશ


ઘણા સમય પહેલાની વાત છે. કોઈ એક નગરમાં રાજા રાજ્ય કરતો હતો. તે પોતાના નોકર-ચાકરનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. એકવાર તે પોતાના નોકરની સેવાથી ખૂબ જ ખુશ થઈ ગયો. ત્યારે રાજાએ પોતાના નોકરને કહ્યું કે તું આવી જ રીતે મન લગાવીને કામ કરીશ તો તને એક દિવસ હું ૫૦૦ સોનાની મહોર આપીશ. આ વાત સાંભળીને નોકર તો ખૂબ જ ખુશ થઈ ગયો. તે જ્યારે ઘરે ગયો ત્યારે પોતાની પત્નીને રાજાએ કહેલી વાત જણાવી. તો તેને કહ્યું કે હવે તમારે રાજાની સેવામાં કોઈ તકલીફના આવે તેનું ધ્યાન રાખવાનું. તેમને કોઈ કામમાં કમી ના આવવી જોઈએ. નહીં તો આપણને ૫૦૦ સોનાની મહોર નહીં મળે.
ત્યારબાદ તે રાજાનો નોકર રાત-દિવસ રાજાની સેવામાં લાગેલો રહેતો. તે ક્યારે પણ ઘરે ન રહેતો. તેના કામથી રાજા પણ ખુશ હતા. નોકરને ૫૦૦ સોનાની મહોરની લાલચ હતી. તેના કારણે તે અન્ય કોઈ પણ કામમાં રસ ન લીધો. અને તે માત્ર રાજાની સેવાનું જ કામ કરતો.
ત્યારબાદ ધીમેધીમે સમય પસાર થવા લાગ્યો. રાજાએ તે નોકરને સોનાની મહોર આપવાનું પણ ભૂલી ગયા. પણ નોકરને પોતાના રાજા પર વિશ્વાસ હતો. કે રાજા એક દિવસ પોતાની વાત યાદ કરીને જરૂર મને સોનાની મહોર આપશે. પણ સમય પસાર થવા લાગ્યો. અને જે યુવાન નોકર હતો તે સમય સાથે ઘરડો થવા લાગ્યો. કામ યોગ્ય રીતે કરી શકતો ન હતો. એક દિવસ તેનાથી પોતાના કામમાં ભૂલ થઈ ગઈ. જેના લીધે રાજા નોકર પર ખૂબ જ ગુસ્સે થઈ ગયા. રાજાએ નોકરને પોતાની નોકરીમાંથી કાઢી મુક્યો. નોકરે રાજાને ખૂબ જ વિનંતી કરી. પણ રાજા તેની વાત ન જ માન્યા.
હવે નોકરને ખૂબ જ દુઃખ થયું. કારણ કે તેને રાજાની વાત પર વિશ્વાસ રાખીને ૫૦૦ સોનાની મહોર લેવાની ખોટી લાલચ રાખીને કોઈ બીજું કામ તે શીખી ના શક્યો. જ્યારે યુવાનીમાં કામ શીખવાનું હતું. ત્યારે લાલચના કારણે રાજાની સેવા કરવામાં જ સમય પસાર કર્યો. અને હવે ઘડપણમાં કામ શીખી શકાય એમ નથી.
આમ, એક યુવાન નોકરે પોતાની લાલચના કારણે પોતાનો અમૂલ્ય સમય પસાર કરી નાખ્યો. અને કઈ શીખી ના શક્યો. હવે તેને બીજા કામમાં આવડત નથી. તેથી તે પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે તેમ નથી. તો આપણે પણ જ્યારે સમય હોય ત્યારે એક કામની સાથે બીજા કામમાં આવડત હોવી જોઈએ.