લાઈફ સપોર્ટ
લાઈફ સપોર્ટ


જીવલેણ કાર અકસ્માત વખતે તેની પત્નીના માથામાં ગંભીર ચોટ આવી હતી. તે બે મહિનાથી ડીપ કૉમામાં જ હતી. તેને જીવતી રાખવા લાઈફ સપોર્ટ ચોવીસ કલાક જોડી રાખવો પડે એવી પરિસ્થિતિ હતી. મશીન પર એનો પ્રાણ – જીવન અને મોત વચ્ચેની ખાઈમાં ઘડિયાળના લોલકની જેમ ઝોલાં ખાઈ રહ્યો હતો. તેનો પતિ હોસ્પિટલના રેસ્ટ રૂમમાં રાત્રે આમતેમ પડખા ઘસતો ને જાણે કેટલાય વિચારો તેના વિક્ષુબ્ધ મનમાં વંટોળે ચડતા. બાજુમાં સૂતેલા તેના બે બાળકોને તે આછા અજવાળામાં આદ્ર આંખે દેખી રહ્યો હતો. બીજે દિવસે સવારે તેણે ડોક્ટરની ઓફિસમાં જઈને તેનો આખરી ફેંસલો હ્રદય પર પથ્થર મૂકીને સુનાવી દીધો...
“આર યુ સ્યોર એબાઉટ યોર ડિસિઝન, મિસ્ટર દિપક ?” ડોક્ટરે ભ્રમરો ઊંચકીને ડૉક્ટરી અંદાજમાં પૂછ્યું.
“યસ સર... હું હવે વધુ દિવસ તેને અહીં હોસ્પિટલમાં રાખવાનો ખર્ચો ઉઠાવી શકું એમ નથી. નોકરીના પગાર કરતાં તેને અહીં અઠવાડિયું રાખવાનો ખર્ચ વધુ છે. બેય બાળકોના ભવિષ્ય માટે પણ વિચારવા હું મજબૂર થતો જાઉં છું સર... નોકરી કર્યા વિના દવાઓની ફી કેવી રીતે ભરી શકું ? ઇટ્સ માય ફાઇનલ ડિસિજન સર...” કહીને ભીની આંખોમાં વાળેલું પાણી રુમાલથી લૂછી લીધું.
ડોક્ટરે લાઈફ–સપોર્ટ ઓફ્ફ કરવાના કેટલાક જરૂરી પેપર્સ પર તેની સામે સહી કરવા મૂક્યા. તેણે ધ્રૂજતા હાથે પેન પકડી, નીતરતી આંખે સહી કરતાં તેની આંખ સામે તેની પત્નીનો હસતો ચહેરો અને સ્નેહભરી યાદો તરવરવા લાગી... મનમાં તેનાથી બોલાઈ ગયું – ‘આઈ એમ સોરી જયશ્રી... પરિસ્થિતિ સામે લાચાર અને મજબૂર થઈ આ નિર્ણય લઉં છું. બીજો કોઈ વિકલ્પ મારી પાસે નથી... થઈ શકે તો મને માફ કરજે.