કવિ શ્યામ સાધુ
કવિ શ્યામ સાધુ
' ઓ નગરજનો ! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
પ્રયોગશીલ ગુજરાતી ગઝલ કવિતાના કવિ શામળદાસ સોલંકી નો જન્મ 15/ 6/ 1941ના રોજ જૂનાગઢમાં થયો હતો. પિતાનું નિધન થતાં શ્યામ મેટ્રિકથી આગળ ભણી ન શક્યા.
તેમણે જૂનાગઢની નગર પાલિકામાં સભ્ય પદ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન પદની ખુરશી પણ શોભાવી હતી. તેમના કાવ્યસંગ્રહો 'યાયાવરી', :થોડાં બીજા ઇન્દ્ર ધનુષ્ય', અને 'આત્મકથાનાં પાનાં ', શ્યામને ગુજરાતી ગઝલના ઇતિહાસમાં પોતીકું સ્થાન અપાવે છે.
ખાલી ખખડતા બોદા એવા શબ્દને મુકાબલે અર્થસભર શબ્દની મળતા સ્થાપતા આ શાયર, પોતાની માતૃભાષાનું મહિમાગાન પણ આગવા અંદાજ સાથે કરે છે. ગઝલની આંતરિક સમૃદ્ધિને પરિણામે તેઓ પ્રતિષ્ઠા પામે છે. તેમજ પ્રયોગશીલ ગઝલ કવિતા મૂલ્યવાન પ્રકરણ બની રહે છે.
સન 2001માં એક મોડી રાત્રિએ શ્વાસના રસ્તા પૂરા થયાનો અહેસાસ સાથે મૃત્યુના દ્વાર ખોલવાની તૈયારી દાખવી પોતાના અક્ષરદેહને સૌના હૃદયમાં વહેંચીને, ક્ષરદેહે આપણી વચ્ચેથી વિદાય થયા. શ્યામ સાધુના નિધનથી ગઝલનો મહેક ભૈરવ જાણે કે ઝાંખો પડી ગયો.
