Vrajlal Sapovadia

Others

4.4  

Vrajlal Sapovadia

Others

કવિ કાગનું બ્રહ્માંડ દર્શન

કવિ કાગનું બ્રહ્માંડ દર્શન

3 mins
4.8K


ગુજરાતી કવિ દુલા ભાયા કાગ (1902-1977)ની અદભૂત નાનકડી કાવ્ય રચના જેમાં વિશાળ બ્રહ્માંડનું સાદી અને સરળ ભાષામાં સંગીતમય વર્ણન કર્યું છે. માત્ર ૫ ધોરણ ભણેલા કવિની દાર્શનિક શક્તિ અદભૂત છે. બ્રહ્માંડની સૂક્ષ્મતાને સમજવા કવિની કલ્પના દાદ માંગી લે તેવી છે. મહાન વૈજ્ઞાનિકો જેને સમજવા જીવન ખર્ચી નાખે છે તો સામાન્ય માણસને તો બ્રહ્માંડના નિયમ કેમ સમજાય ? પણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવનના આભ્યાસું કવિ એક ખેડૂતની ભાષામાં બ્રહ્માંડના અટપટા નિયમ ને ગ્રામ્ય અને ખેતીની જોડે તુલના કરી બતાવે છે. શબ્દની સાથે સાથે કાવ્યને સંગીત મય બનાવવા પ્રાસનો ઉપયોગ કરી વિજ્ઞાનની મર્યાદા સમજાવે છે. કવિ બ્રહ્માંડના સર્જનહારની વિશાળતા અને વ્યાપકતાને ખુબ સુંદર શબ્દોમાં નવાજે છે.


'આકાશને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે ?

આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી અટકી રહી.


બે બે મશાલું બાળતોને વળી વાળતો જોતો હશે ?

અજવાળતો સો વળતો ઉભો મશાલી ક્યાં હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી અટકી રહી.


ધરણી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે ?

જગ ચાક પેરણહાર એ કુંભાર ક્યાં બેઠો હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી.


કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે ?

બિન આંચળે આકાશનો દોહનાર ક્યાં બેઠો હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી.


દરિયા તણો ક્યારો કર્યો, કૂવો કહો કેવડો હશે ?

એ જગ હળ હકનાર ઓલો ખેડુ બેઠો ક્યાં હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડ માં ભટકી રહી અંતે કલમ અટકી રહી.'


પહેલી પંક્તિમાં સમજાવવાની જરુર ખરી ? ખેતરમાં બેસી આકાશ તરફ જોતા કવિ કવિતાની રચના કરે છે, એટલું જ કહેવું પૂરતું છે !

દરેક કડીને અંતે પોતાને જે જિજ્ઞાસા છે તે બતાવવા 'આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી' શબ્દનો પ્રયોગ કરે છે, તો જાણવાના પ્રયત્નને વ્યક્ત કરે છે 'બ્રહ્માંડમાં ભટકી રહી.' અંતે કવિ વિજ્ઞાનની પણ મર્યાદાનો સ્વીકાર કરે છે કે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો ય એની સંપૂર્ણ જાણકારી મળતી નથી, એટલે જ કહે છે કે 'મતી અટકી રહી'.


સુરજ અને ચાંદાને મશાલનું રૂપ આપે છે. ચાંદો પૃથ્વી આસપાસ અને પૃથ્વી સૂર્ય આસપાસ ફરતી રહી, સતત દિવસ અને રાત થતા રહે, અજવાળું અને અંધારું થતું રહે તેને કવિ બે કડીમાં અજબનું વર્ણન કરે છે.


દરિયાને ક્યારો કહે છે અને પ્રશ્ન કરે છે કે ક્યારો આવડો છે તો એમાં જેમાંથી પાણી આવે તે કૂવો કેવડો હશે અને તેમાં કોષ (કોષ ચમડા કે પતરામાંથી પાણી ભરવાનું મોટું ડબ્બા જેવું ખુલ્લું વાસણ હોય જેને બળદ દ્વારા કુવામાંથી પાણી ખેંચવામાં આવતું, પાણી ભરીને સીધા પગે અને પાણી ભરવા જતી વખતે બળદ પાછા પગે ચાલતા, હવે તો ઇલેક્ટ્રિક મોટર અને સબમર્શીબલના જેમાંમાં કુવા અને કોષ જોવા માલતા નથી) ચલાવનાર કેવો હશે ? ને ક્યાં કોષ ચલાવતો હશે ? 


કાળી વાદળીને ગાય જોડે સરખાવે છે અને વરસાદ પડે તેને બિન આંચળે એટલે કે આંચળ વગર દોહી ભગવાન ધરતી ઉપર વરસાદથી પાણી સીંચે છે ! કેવી અદભૂત કલ્પના છે ? સુરજ અને ચાંદાને મશાલનું રૂપ આપે છે. ચાંદો પૃથ્વી આસપાસ અને પૃથ્વી સૂર્ય આસપાસ ફરતી રહી, સતત દિવસ અને રાત થતા રહે, અજવાળું અને અંધારું થતું રહે તેને કવિ બે કડીમાં અજબનું વર્ણન કરે છે.


Rate this content
Log in