STORYMIRROR

amita shukla

Children Stories Inspirational Others

3  

amita shukla

Children Stories Inspirational Others

કુમળું મન

કુમળું મન

2 mins
361

બાળકો તો દેશનું ધન છે. દેશનું ભવિષ્ય છે. તેમના સંસ્કારો થકી જ દેશની ઉન્નતિ છે. ઘર, સમાજ, દેશ બાળકોના ચરિત્રથી જ આગળ રહે છે. બાળકોની ચહેકથી જ મ્હેકે છે.

શું કરું સખી ? મારો દીકરો હાથથી ગયો છે. કોઈનું કંઈ સાંભળતો નથી ? બધી જરૂરિયાતો એની પૂરી કરી ? સ્વછંદી બની ગયો છે. શું કરું હું ?

સખી, તે બધી જરૂરિયાતો પૂરી કરી એટલે હવે વધારે જરૂરિયાતો ઊભી કરી એને, એની માંગ પૂરી કરવા કોઈનું સાંભળતો નથી. જિદ્દી બની ગયો છે એટલે સ્વછંદીપણું આવી ગયું છે. ધીરજ નામની કોઈ વસ્તુ એનામાં રહી નથી.

શરૂઆતથી જ તે જરૂરિયાતો મર્યાદિત રીતે સંતોષી હોત, સંજોગો સમજાવ્યા હોત, પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હોત પરિસ્થિતિ આટલી વણસી નાં હોત. દરેક બાળક બધું સમજતું હોય છે. 

કુમળું મન બાળકનું હોય છે, જે તરફ વાળો એમ વળે. બાળક નાનું હોય ત્યારથી જ સારું અને ખરાબ શું એ સમજાવવું ખૂબ અગત્યનું છે. ગળથુથીમાં મળેલા સંસ્કાર દીપી ઊઠે છે. દરેક માબાપ પોતાના બાળકને હોશિયાર બનાવા જ પ્રેરણા આપતાં હોય છે. બાળકને હૂંફ, દિલાસો, હિંમતની ખૂબ જરૂર હોય છે જે પરિવાર અને સમાજ તરફથી મળતા એની ધગશ વધતી જાય છે. જીવન એનું પ્રેરણારૂપ બનતું જાય છે.

સખી હજી કશું મોડું થયું નથી. તું પ્રેમથી સમજાવ, દરેક જીવનનાં પાસા સારા નરસા સમજાવ. હિંમતથી તું કામ લે. પ્રેમ વધારે, કડકાઈ ઓછી રાખજે. જરૂર તારો દીકરો તારું માન રાખશે. તારું સાંભળશે, હું તારી સાથે જ છું તેની અનુભૂતિનો અહેસાસ ડગલે પગલે કરાવજે.

બાળક તો ઈશ્વર છે. માનવ રૂપ ધારણ કરી માણસાઈથી કેવી રીતે જીવવું એજ મહત્વનું છે.


Rate this content
Log in