કોમપલીકેટેડ
કોમપલીકેટેડ
બેય લગ્ન કરવા તૈયાર થયા હતા. બેયને કશાયનો વાંધો ન્હોતો લાગ્યો. પણ ત્યાં અચાનક બધુ જાણે બદલાતું નજરે ચડ્યું. દિકરા રાકેશે પરાણે પાટલે બેસવાની ચોખ્ખી ના પાડી હોવાછંતા કાકુભાઈએ એક ન સાંભળી. આમ તો જુવાન છોકરો ને પિતાજી તો મિત્ર જેવા જ હોવા જોઈએ. 'કપાળ મારું !! કેહતા રાકેશે ઉભરો એની પરણેતર સિમ્મી પર કાઢ્યો. સિમ્મીએ પણ પોતાની મમ્મીની અડિખમતાને રિવાજોને પકડી રાખવાની વાત કરી. "ચાલ ભાગી જઈએ તો આ બધી જ જંજટમાંથી છૂટીએ." તે નિર્ણય લેવાયો પણ ઘરે જઈએ એજ નિર્ણય સૂરસૂરિયો થઈ ગયો. જાનમાં હજાર આવશે નો બોમ્બ ફાટ્યો ત્યાંથી ફોટો ગ્રાફર -મહારાજ- જમણવાર- ડેકોરેશન- પીણાં ( સાદા નહીં હો પ્રીમિયમ જ જોઈએ) વગેરેથી ચાલુ થયેલો વરઘોડો વ્યવ્હારમાં શું શું કરવુંત્યાં પહોંચ્યોં હતો. જ્યાં સુધી નીવેડો ના આવે ત્યાં સુધી વર-કન્યાને મળવાની મનાઈ ફરમાવી હતી.
"અરે પણ આ બધી બબાલ કોના માટે છે મમ્મી ?" રાકેશ બોલ્યો ત્યાંજ ચુપ કરાવી દીધો. "તને નહીં સમજાય બધાને ત્યાં ચાંદ્લો કરી આવ્યા છીએ તો આપણે પણ બધાને બોલાવવાના જ હોય ને ?" "ચાંદલો ભેગો કરવા ?" ફરી રાકેશને ચૂપ કર્યો.."એ બધું તને નહીં સમજાય."
મમ્મી રૂમમાંથી બહાર નીકળીને રાકેશે ફોન લગાવ્યો. સામે સિમ્મી રડી રહી હતી. મમ્મી-પપ્પા લગ્નમાં આવવાની ના પાડે છે કહીને રીતસરનો મોટો ભેંકડો તાંણ્યો. રાકેશને ના સમજાયું કે આને ચૂપ કેમ કરવી. ફોન પર પપ્પીઓ થતી સાંભળી ગયા કાકુભાઈ હાથમાંથી લઈને બારીની બહાર ફોન ફેંકી દીધો. ને એક લાફો માર્યો. રાકેશ કાંઈ કરી ના શક્યો. આશ્રર્યજનક વિસ્મઈ રડમસ ચેહરે બારીની ફોનની ચિંતા કરવા લાગ્યો. બારીની બહાર મારા હાથમાં ફોન આવ્યો. ઘણાના લગ્ન જુદા સમાજમાં થવાથી કોઈએ આપઘાત કર્યો. કોઈએ ભાગીને લગ્ન કરી લીધા. કોઈએ એકના એક છોકરા-છોકરીમાં મતભેદ ઉભા કરાવી માન હાણી કરાવીને છેવટે છૂટાછેડા કરાવ્યા. શું આવા હોય પપ્પાને મમ્મી ? લોભી-લાલચુ-પોતાનું જ ધાર્યુ કરાવવા વાળા -જીદ્દી-મન્યુપુલેશન કરાવે તેને પ્રેમ ના કહેવાય !
પીંખાઈ જતુ હોય શિશુને શાંતિ ના હોયને કહે હું ધાર્મિક છું. ક્યારેક સ્વાવલંબીને પછેડી એટલી સોડ તાણવાનું શીખી જવાય તો પોતાનાથી અલગ રેહતા બાળક માટે છાતી ગજ ગજ કેમ ના ફૂલે તે આ નવદંપતીને કોઈ કેમ સમજાવે ? વડીલ જ્યારે ખોટા ત્યાં જુવાનપેઢી ક્યાંથી હોય સમજ્દાર. ને શિશુને શું મળે છે તાલીમ તે તો કોઈ કેમ ના વિચારે ? બસ આટલો મારો મેસેજ પહોંચતો કરશોને સમજવાનું વર-કન્યા ના માતાપિતાએ પેહલા છે પછી વર- કન્યાએ છે, કે ક્યારેક પુટ યૌર ફૂટ ડાઉન, સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ ! આ બધું વિચારીને લગભગ પાંચેક મિનિટમાં જ અંદર આવીને જોયું તો રાકેશે કાંડુ કાપેલને બેડ આગળ કાકુભાઈ ઇમરજ્ન્સી ફોન કરી રહ્યા હતા ! સિમ્પલ સોલ્યુશનને બદલે લાઈફને કેમ કોમ્પ્લીકેટેડ કરે છે લોકો ? તે વિચારવાનું છોડીને મદદમાં લાગી ગઈ.
રાકેશના શર્ટમાં તેનો ફોન મૂકી શાંત થવાનો ઇશારો કર્યો.
