STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

“કલ આજ ઔર કલ “

“કલ આજ ઔર કલ “

1 min
192

કાપડું પહેરેલ રબારણ તેની ગોમતીને પંપાળી વાછરડાને તેની સામે મૂકી બોલી : “જા ધાવી લે“

જમના આંગણે ઉભી બોલી: “છાશ લેવા આવી છું” 

“હા, લઇ જા ને દીકરી !”

તેજ રબારણ આજે વર્તમાનમાં કહેતી હતી ગજબ જમાનો આવી ગયો છે ખેતર વેચી ગાય વેચી પરગામ ભીમાને કેમ મોકલ્યો ? પોતાના નામે ખોરડું રાખ્યું છે તો માથે છત છે.

ઘર વેચવા ભીમાએ માને મળવાનું ખોટું બહાનું કાઢી પટાવી લીધા. ઝામર પર આંસુ આવ્યા તો નજરવાળી બીજી બાજુ જોતાં રબારણ રડમસ ચહેરે આકાશ સામે તાકી રહી. જીવનની સાંજે અંધારિયું આકાશ ને ભેંકાર રડમલ રસ્તો ! ભાવિની જબાબદાર શું પોતે ? 

જમાના સાથે કદમ મિલાવો તો પણ લોકો પાછળ રહી જ જાય છે ને છેવટે કંઇક ને કંઇક છૂટી જ જાય છે. સારા સ્વભાવનો બધા લાભ ઉઠાવે છે તેથી ભાવિનો વિચાર જરૂર કરો ભૂતકાળને વાગોળ્યા વગર વર્તમાનમાં જીવીને. 


સામગ્રીને રેટ આપો
લોગિન