કારલ
કારલ
ઓસ્ટ્રિયામાં જન્મેલ કાર્લ ને અમારી ટૂંકી મુલાકાત માટે દુઃખ લાગ્યું તો અમે સન્ડે સની વેધરમાં ફરી મળવાનું નક્કી કર્યું. હાઈટ બોડી નોર્મ્લ ને ૮૫ વર્ષની ઉંમરમાં પણ તેના સોનેરી વાળ ને પાણીદાર ગ્રીન ચમકીલી આંખો અમને જોઈને હસી ફરી. ગુજરાતી નામનું ઉચ્ચારણ પ્રોપર રીતે કરતા જોઈ મને થોડું અચરજ લાગ્યું તો ખરું જ. પોતાની વાત કરવા તે તત્પર હતા. વાત ઉપરથી લાગ્યું નહીં કે ૫ બાળકો વચ્ચે તે એક્લતા અનુભવતા હશે.
ડાઉનટાઉનમાં મોટું ઘર હતું તે વેચવા મૂકેલુ તે હજુ ગયા અઠવાડિયે જ વેચાઈ ગયું. હાશકારો અનુભવતા ખુશી વ્યક્ત કરતા તેમણે ફરી બોલવાનું ચાલું કર્યું અને તે પણ માત્ર મેઈલ લેતા લેતા જ. બેકયાર્ડ્માં ફરફર ફરતી પવનચક્કી સામે જોઈ બોલ્યા પવન જો કેવો ગાંડો થયો છે આજે. આવો જ એક દિવસ હતો જ્યારે હું ખૂબ નાનો હતો. હીટલરનું શાસન ચાલતું હતું ને કોન્સનટ્રેશન કેમ્પ્સમાં કાર્લના પિતાજી ગુજરી ગયા... મારી નંખાયા !! અમે તેમની ગ્રીન આંખે ઝળઝળીયાં જોયા 'પછી શું થયું ' ના મારા પ્રશ્ને મોમ સાથે પરિવાર મિશિગન માં મૂવ થયાની વાત કરી. મારી કૂતુહલતા આગળ વધતી રહી.. પૂછીજ લીધું કે તમે ત્યાંથી કઈ રીતે આવ્યા ? ઓહ 'જ્યુ' છો એમ ને ? ના " પોલેન્ડના અમે પોલીશ પણ રશિયા ને જર્મની ત્યારે વોરમાં તેથી અમને પાછા મોકલવાના બદલે રેફ્યુજી તરીકે અમેરીકાએ સ્વીકાર્યા. આમ તેઓ ૧૬ વર્ષની વયે મિશિગન માં રહેવા લાગ્યા. ભણતરમાં બરકાર ના થવાયું જવાબદારી હતી તો કામે લાગવું જ પડ્યું. ને થનગનતી યુવાન ને વાયોલા સાથે સંગત થઈ...બંને પ્રેમ-પંખીડા ગળાડૂબ પ્રેમમાં અંતે લગ્ન કરી સેટલ થયા. એ દીકરો ને એક દીકરી ના મા-બાપ બન્યા પણ બંને વચ્ચે દરેક બાબતમાં મતભેદના લીધે રોજ રોજના ઝગડાનો અંત ૩૦ વર્ષ ના લગ્ન પછી ડિવોર્સમાં પરિણમ્યા. દીકરો ને દીકરી આમ તો આવતા જતા હતા જ પણ ફરી એકલતાએ ૪૫ વર્ષના કાર્લ નો ભેટો મારિયા સાથે થયો. થોડા વર્ષોના અંતે બીજા ૩ બાળકોના પિતા થયા. મારિયા સાથે ઘણું જ બનતું.... બધી બાબતમાં કાર્લ સાથે સહમત હોય. પણ કેન્સરના ભયંકર રોગ નો ભોગ બનેલ મારિયા અંતે કાર્લ ને છોડી ને ચાલી ગયા. .. મૄત્યુને આધિન થયા કાર્લ ને ખૂબ દુઃખ થયું પણ શું થાય...!!
મોટરબાઈક પર કાર્લના સન આવેલ ને ઈન્ડીયાના થી તેમની દીકરી પણ. બધા હોવા છંતા હવેની એકલતા જરા જુદી હતી... દીકરાની વહુ ક્યારેક ક્યારેક હૌકલી કરી જ્તી ક્યારેક તેમનો ગ્રાંડસન હોય.
જૂનુ ઘર વેચતા કાર્લે પોતાને ગમતી વ્હાલી એન્ટિક ટ્રેઈનમાંથી થોડી લઈ બીજી બધી તેમના ગ્રાંડસન ને ભેટ તરીકે આપી ત્યારે તેઓ બંને ખૂબ ખુશ હતા. હવે જ્યારે શાંત ઘર માં નિરવતા કરડવાં આવે છે ત્યારે પાછો વિચાર કરી લીધો કે એક રૂમમાં નાની જગ્યા માં મનગમતી ટ્રેન ફરી ફરતી કરવાનો. હા, ને ખુશ થતા બોલ્યા કે મે મારા ગ્રાંડસન પાસેથી બીજી થોડી ટ્રેનો ભાડે લેવાનું નક્કી કર્યું છે... તે માની ગયો છે. બોલો આજકાલ ના બાળકો પણ કેવા ચાલાક ને ચબરાક છે !! આટલા વર્ષે પણ વોકિંગ-સ્વીમીંગ- સાયકલિંગ નો શોખ હોવા છંતા ગરાજ ખુલ્લુ કરીને પ્રોફેશનલ સો થી વુડ કાપતા જોયેલા તો મે પૂછ્યું તમે ટ્રેઈન ટ્રેક્સ બનાવી રહ્યા છો ને ? પ્લીઝ બી કેર ફૂલ, બ્લેડ ઈઝ ટુ શાર્પ..! નો પ્રોબ્લેમ રેખા આઈ એમ યુઝ ટુ..!! આખી લાઈફ તે બુચર રહ્યા હતા. એક વેટરન ની અનોખી જીવન કથા...ને તેમની લાગણી ભરેલી ઉત્સાહિક વાતો.. ૮૫ વર્ષના જુવાન ને ફટાફટ ચાલતા ને સાઈકલ ચલાવતા જોઈ રહી.વ્યક્તિદીઠ અગલ કહાની...અલગ ટેવો ને અગલ શોખમાં જીવાતી જિંદગાની. ચિત્રપટ ચી ચાંગ્લી કહાની.
