PRAVIN MAKWANA

Children Stories Inspirational

3  

PRAVIN MAKWANA

Children Stories Inspirational

કારેલાનું શાક

કારેલાનું શાક

1 min
211


મા બાળકને ફોસલવીને ચોમાસામાં કોઈ રોગ ન થાય તે માટે કડવી દવા પણ મીઠા મધ જેમ પીવડાવે છે તેમજ ખવડાવે છે. આ દવા એટલે કારેલાનું શાક.

બાળપણમાં ચોમાસામાં મેઘરાજાની પધરામણી થાય ત્યારે માતા-પિતા એક શાકનાં વખાણ કરતાં થાકે જ નહીં. ‘આવ રે વરસાદ... ઘેબરિયો પરસાદ...ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.’ ચોમાસામાં ખાસ કૂણાં-કૂણાં કારેલાંનું શાક ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે તેથી જ બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ફોસલાવીને પણ થોડું શાક અવશ્ય ભાણામાં પીરસાતું. વળી તે સમયે સંતાન પણ માતા-પિતાની લાગણીમાં પલળીને મોઢું મચકોડતાં મચકોડતાં થોડું પણ શાક ખાઈ તો લે. જી હા, સંતાનોને પટાવીને-ફોસલાવીને ખવડાવવામાં આવતું શાક એટલે જ શરીર માટે અમૃત સમાન કારેલાં. કારેલાંનું નામ પડતાંની સાથે જ લગભગ બધાનું નાકનું ટેરવું ચડી જાય. કારેલાંનું શાક તો કોણ ખાય ? કેટલું કડવું લાગે ? માન્યું કે કારેલાંનું શાક સ્વાદમાં કડવું હોય, પરંતુ તેની પ્રકૃતિ શરીરને મીઠાશરૂપી તંદુરસ્તી આપવાની છે. પ્રત્યેક વ્યક્તિની અનેક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીનો રામબાણ ઈલાજ કારેલાંના સેવનથી શક્ય છે. આથી જ તો તેને ‘અમૃત સમાન શાક’ની ઉપમા આપવામાં આવી છે. આજે મા પણ ભૂલાતી નથી અને કારેલાનું શાક પણ ભૂલાતું નથી. 


Rate this content
Log in