કાળો કેર
કાળો કેર
આખા વિશ્વમાં સૌથી વધારે વપરાતો શબ્દ 'કોરોના' આ શબ્દે તો હવે કાનના પડદા અને હૃદયનાં ધબકારા અનિયમિત કરી નાખ્યા છે.
અગાઉના સમયમાં અક્ષય તૃતીયા ના દિવસે ખેડૂત એના ખેતરમાં ખેતી નું શુભ મુહૂર્ત કરીને પછી વરસાદની રાહ જોતા. જો યોગ્ય સમયે વરસાદ ન આવે તો લોકો એ મહિનો કોરો ગયો એમ કહેતા.
માનવજાત માટે વરસાદ વગર નો એકાદ મહિનો કોરો જાશે તો ચાલશે, પણ આ કોરોના નામનો રોગ એકાદ મહિનામાં નહિ જાય તો એનું પરિણામ ઘણું દુઃખદ હશે.
આજનું 'બેનર' માનવજાતિને સલામત રહેવાનો શુભ સંકેત આપે છે. જો તમે વાયસર વગરની શુદ્ધ હવા લેવા માંગતા હો તો હર હંમેશ માસ્ક પહેરો.
માસ્ક તમારા શરીરની સલામતીની સાથે સાથે પૃથ્વી પરની માનવ જાતિની પણ સલામતી માટે ખૂબ જરૂરી છે.