જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં
જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં


ભાગ ૨
લગભગ છેલ્લા એક કલાકથી ઘરમાં એક જ વાત ચાલતી હતી. વિચારોમા ખોવાયેલ રીતલનુ મન વિચલિત હતુ. આ બધાની વચ્ચે તે શું બોલે. તેણે ત્યાથી ઊભા થવાની કોશિષ કરી જોઈ પણ તેનાથી ન થવાણુ. જાણે દિલ સાંભળવા જ માગતુ હતુ તેના વિશે ! તે ચુપચાપ પિયુષની વાત સાંભળતી રહી.
"પપ્પા છોકરો સારો છે. તેની પાસે બઘુ છે,પૈસા, કાબિલત ને સંસ્કાર પણ ! જો તમે કહો તો હું વાત આગળ વધારુ? પિયુષે એક નજર તેના પપ્પા સામે કરી જોઈ. તે પિયુષની વાત સાભળી રહ્યા હતાં.
"જયા સુધી હું તે લોકો ને જાણુ છું ત્યા સુધી તો બધું જ બરાબર છે ,પપ્પા ! મને લાગે છે કે આપડી રીતુ માટે તે પરફેક્ટ છે. તેના મમ્મી -પપ્પા પણ બહુ જ સારા છે. પપ્પા હુ એટલે નથી કે'તો કે તે મારા ફ્રેન્ડનો ભાઈ છે. એ તો મને તે સારો લાગ્યો. હું રીતલને આજે એટલે જ લઇ ગયો હતો તેને મળવા પણ વાત ન બની.
''રીતુ કેવો લાગ્યો રવિન્દ ?" એક આશ્ચર્ય સાથે પિયુષ રીતલની સામે જોઈ રહ્યા
હજી વિચારો ચાલતા જ હતા ત્યા પુછેલા પિયુષના સવાલે રિતલનુ મન ભુતકાળમાં સરી ગયું. પિયુષની સપ્રરાઈઝ જાણવા તે આતુર હતી.
"ભાઈ મને ખ્યાલ જ હતો. તમે મુવી જોવા જ લઇ જશો. પણ,ભાઈ અત્યારે તો એવું કોઈ ખાસ મુવી પણ નથી ?
"તને શુ ફરક પડે? મુવી સારુ હોય કે ખરાબ તારે તો બસ થિયેટરમાં બેસવાનુ બહાનુ જોઇએ."
ખરેખર તો મુવી એક બહાનુ હતુ રિતલને અહી લાવવાનુ. પિયુષ એ એક છોકરાને અહી મળવા બોલાવો હતો. આમ તો રીતલ મળવા કયારે રાજી ના થાય. પણ મુવીના બહાને પિયુષ રિતલની મુલાકાત તેની સાથે કરાવી શકે.
મુવી શરૂ થવાની તૈયારીમાં જ હતુ. રિતલ તેના ભાઈ ભાભી સાથે પોતાની સીટ પર બેસી ગઈ. એટલુ ખાસ મુવી ન હતુ એટલે થિયેટરમાં ઓછા લોકો બેઠા હતા. અચાનક જ રીતલની નજર તેની જ લાઈનમા છેલ્લેથી બીજી સીટ પર બેસેલા એક છોકરા પર ગઈ. ચાર આંખો ભેગી થતા જ દિલ જાણે તોફાન મચાવી ગયુ હોય તેવુ લાગ્યુ. બ્લુ કલરનુ જીન્સને વાઈટ કલરના ટી-શૅટમા તે વઘારે હેન્ડસમ લાગતો હતો. દર થોડીક મિનિટે ચાર આંખો મળતી હતી. જયારે આંખો ટકરાઈ ત્યારે દીલ બધુ ભુલી જતુ. પણ આંખથી આંખ મળેને પ્રેમ થઈ જાય તે વાતમા ન માનનારી રીતલનુ મન તે હેન્ડસમ બોયને જોતા જ વિચારોમા ખોવાય ગ્યુ. આજે પહેલી વાર ફિલ્મની જગ્યાએ રીતલનુ મન કોઈ અજીબ ઉલઝન સુલજાવતુ હતુ.
"પિયુષ, આવુ બેકાર મુવી જોવુ તમને કયારથી ગમવા લાગ્યુ ?" રીતલને શોખ હતો થિયેટરમાં બેસવાનો. પણ પિયુષ કયારેક મુવી જોવા આવતો તે પણ નેહલ કે રીતલની જીદ પર. આ વાત નેહલની સમજની પણ બહાર હતી.
"નેહલ, તને શુ લાગે આવી બેકાર સરપ્રાઈઝ તમારા માટે હશે. ના, કંઈક છે, જે રીતલ માટે ખાસ છે."
બંન્નેની ચાલતી વાતો વચ્ચે રીતલનુ ધ્યાન તેના જ વિચારોમા ભમતુ હતુ. મુવી થિયેટરમાંથી બહાર નિકળતા જ પિયુષની નજર કોઈને ગોતતી હોય તેવુ લાગ્યુ એટલે તરત જ રિતલે પૂછી લીધું :
"ભાઈ કોઈ આવવાનુ છે......? "
"હમમમ...!" વઘારે કંઇ ન કેવુ હોય તેમ પિયુષે ટુકમા જ ઉત્તર આપ્યો
"ઓકે ભાઈ તમે વેટ કરો ત્યા સુધીમા હુ મારુ કામ પતાવતી આવુ. ભાભી તમે આવશો કે ?"
"ના ! તુ જા હું અહી છુ પિયુષ સાથે.જલ્દી આવજે "
પિયુષ કંઈ બોલે તે પહેલાં જ રફુચકર થઈ ગઈ ત્યાથી રિતલ. હજી તો પિયુષ તેને અવાજ લગવતો હતો "રીતુ રુક તારુ તો ખાસ ..... " ત્યા તો રીતુ કયા ગઈ તેનો પણ અંદાજ ન આવ્યો.
"તે લોકો આવશે કે ! આઇ મીન મને નથી લાગતું તે અહિ આવે." નેહલનુ અધુરુ વાકય પુરુ થાય તે પહેલા જ પાછળથી કોઈએ અવાજ દીધો ને બંને પાછળ ફર્યા
"ઓ.. હાઈ ! મનન, કેટલી રાહ જોવી પડી તારી. ખરેખર તૂ કયારે પણ નહીં બદલે. ત્યારે કોલેજમાં પણ આમ જ લેટ પહોંચતો તો હવે તો સવાલ જ નથી. કેમ ભાભી !"
એક મીઠા ઠપકા સાથે પિયુષ તેના કોલેજ ફેન્ડને આવકારતો હતો.
"સોરી યાર, મુવી જોવામા બીઝી હતા. તમે એટલે તમારુ ધ્યાન ન ગ્યુ બાકી અમે તારી લાઈનમા જ બેઠા હતા."
"પણ તુ તો અવાજ લગાવી શકતો હતોને..! રવિન્દ, નથી દેખાતો ...! તેને સાથે લાવ્યો કે પછી એકલો જ આવ્યો."
તારી જેમ નથી હો.ચલ બેસ. હમણા આવી જશે તે.ને રીતલ ...?
"લો આવી ગઈ...! "
''ચલે ભાઈ ..." આટલુ બોલતા જ તેની નજર સામેથી આવતા તે છોકરા પર ગઈ. હજી તે કંઈ વિચારે ત્યા જ તે છોકરો રીતલને બધા બેઠા હતા ત્યા આવ્યો. ફરી એક વાર ચાર આંખ ભેગી થઈ.
"લો બન્ને એકસાથે જ આવી ગયા !" બંનેને એકસાથે આવતા જોઈ મનન બોલી ઉઠયો. નજર જુકાવી રીતલ ખાલી ટેબલ પર બેસી ગઈ. જાણે તેની ચુપી નજર કોઇની નજરે ના ચડે. પિયુષે બનેની ઓળખાણ કરાવી. હાય,હેલ્લોથી વઘારે કંઇ ન બોલતા બંને ચુપ રહ્યા. પિયુષ ને મનન બંનેને થોડીકવાર એકલા બેસવાનુ કહેતા હતા, ત્યા જ અચાનક મનનના પપ્પાનો ફોન આવતા તે લોકો જલ્દી ઘરે નિકળી ગયા. વાત વધારે આગળ ન ચાલી ને ત્યા જ અટકી ગઈ.
નેહલના અવાજથી રિતલ વિચારોમાંથી બહાર આવી, તેની પાસે પિયુષે પુછેલા સવાલનો જવાબ ન હતો. પણ તેનુ દિલ કંઈક કહેતુ હતુ. તે ચુપ રહી. જમવાનુ પુરુ થયુ. નેહલની સાથે રીતલ પણ વાસણ સમેટી રસોઈમા જતી રહી. બહાર હજી તે વાતની ચર્ચા ચાલતી હતી. દિલીપભાઈ પિયુષની વાત સાથે સહમત હતા પણ રીતલનો જવાબ જાણ્યા વગર તે કોઈ ફેસલો લેવા તૈયાર ન હતા. રીતલની ચુપી પરથી તેનુ અનુમાન તે લગાવી શકતા હતા. પણ આ છેલ્લો ફેસલો રીતલનો જ હશે. તેની જીંદગી તેની મરજીથી જીવવાનો તેને પુરો હક હક હતો.
***
શું રવિન્દના દિલમા પણ એક અવાજ ગુજતી હશે જેવી રીતલના દિલમાં હતી ? રીતલ તેના દીલની વાત સમજી શકશે કે પછી તેના વિચાર સાથે તે કાયમ રહેશે ? શું રીતલને રવિન્દ એક મેકના સાથી બની શકશે કે પછી રીતલના જીવનમાં કોઈ બીજુ આવશે ? ... 'જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં '