જીવનની પરીક્ષા
જીવનની પરીક્ષા


હિમાએ પાંત્રીસ વરસની ઉંમરે પિસ્તાલીસ વરસના વિધુર અને બે દીકરીના બાપ સુધીર સાથે માબાપની ઈચ્છાથી લગ્ન કર્યા. સાસરે જતી વખતે માબાપને પગે લાગી ને કહ્યું, "મા..આજથી મારી જિંદગીની પરીક્ષા શરૂ થાય છે. મને આશીર્વાદ આપો કે હું એક સારી પત્ની અને એક સારી "મા" બની મારા માતાપિતાના સંસ્કારોને દીપાવું. મા હું આ પરીક્ષામાં સફળ થઈશ પછી જ તમને મળવા આવીશ ".
મા બાપે દીકરીને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા.
મા એ કહ્યું," બેટા, આપણા સ્ત્રીના અવતારને અને અમારા સંસ્કારને જરૂર ગરિમા આપજે. મા વિહોણી બે દીકરીની સાચી સગી મમતામયી "મા" બનજે. તારી પરીક્ષા સફળ થાવ બેટી.."
કહી દીકરીને વિદાય આપી.