STORYMIRROR

Dineshbhai Chauhan

Children Stories

3  

Dineshbhai Chauhan

Children Stories

જીતી જઈશ તો શું ?

જીતી જઈશ તો શું ?

3 mins
294

કોઈ એક શહેરમાં એક કલાકાર રહેતો હતો. લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેની કલાકારીથી બધા લોકો મંત્રમુગ્ધ થઇ જતા હતા. ધીરે ધીરે લોકોમાં તેની પ્રસિદ્ધિ વધવા લાગી. તેના કારણે કેટલીય ટી.વી. ચેનલવાળા તેના જોડે આવે છે અને તેની ઇન્ટરવ્યૂ લેવા માંગે છે. ધીરે-ધીરે દરેક પ્રશ્નોના જવાબ ખૂબ જ ઉત્સાહથી આપે છે. ત્યારે તેને એક પત્રકાર છેલ્લો પ્રશ્ન પૂછે છે કે "શું તમે કોઈ એવો રેકોર્ડ તોડવા માગો છો કે બનાવવા માંગો છો ?" જે તમારા જીવનમાં યાદગાર બની રહે.

કલાકારે પત્રકારને કહ્યું કે તેવા કોઈ રેકોર્ડ વિશે મારા મનમાં વિચાર નથી. તો પત્રકારે કહ્યું કે "કંઈક તો હશે ? અમારે કાલના સમાચાર પત્રમાં મોટા અક્ષર વડે તમારી માહિતી છાપવાના છીએ. એટલે તમારો એક વિચાર અમને કહેવો પડશે. કે તમે કયો રેકોર્ડ બનાવવા માંગો છો ? કલાકાર તો વિચારમાં પડી જાય છે. કે શું કહું ? ત્યારે તેને અચાનક વિચાર આવે છે અને કહે છે કે "હું એવો રેકોર્ડ બનાવવા માગું છું. કે એક મિનિટમાં સૌથી વધારે શબ્દો બોલી શકુ છું." આ સમાચાર બીજા દિવસે સમાચારપત્રમાં છાપવામાં આવ્યા અને વાયુવેગે આખા શહેરમાં પહોંચી ગયા. ત્યારે વર્લ્ડ રેકોર્ડવાળાએ તે કલાકારને સામેથી કોલ કરીને કહ્યું કે "અમે તમારો આજે સાંજે પાંચ વાગ્યે લાઈવ ટીવી પર કાર્યક્રમ કરવા માગીએ છીએ." અને તેમાં તમારે સૌથી વધુ શબ્દો એક મિનિટમાં બોલવાનો રેકોર્ડ બનાવવા માગો છો."તેને અને દુનિયાભરના લોકોને બતાવવા માગીએ છીએ. 

કલાકારે ટી.વી.વાળાને હા પાડી. કલાકારને હવે ધીરે ધીરે ડર લાગવા લાગ્યો. તે વિચારતો હતો કે હું શું બોલી ગયો ? હવે હું શું કરીશ ? કઈ રીતે બોલીશ ? મને કંઈ ખબર નથી ? મને કંઈ આવડતું નથી ? તેના મનમાં અનેક પ્રશ્નો ફરવા લાગ્યા. તેને પોતાના પર પસ્તાવો થવા લાગ્યો. કે મે ટી.વી. વાળાને હા કેમ પાડી ? "

સાંજના પાંચ વાગવા આવ્યા અને ટી.વી.વાળાની ગાડી કલાકારને લેવા માટે તેના ઘરે આવી ગઈ. ગાડી ઓફિસે પહોંચી ગઇ. જેમ જેમ ઓફિસ નજીક આવતી ગઈ. તેમ તેમ કલાકારના ધબકારા વધવા લાગ્યા હતા અને વિચારતો હતો કે હારી જઈશ તો શું થશે ? લોકો તેના વિશે કેવું વિચારે છે ? મારી લોકપ્રિયતા ઓછી થઈ જશે. પણ તેને અચાનક વિચાર આવ્યો કે જો હું જીતી જઇશ તો શું થશે ? એ લોકો મને ખૂબ પ્રેમ કરશે. મારી લોકપ્રિયતામાં વધારો થશે. તે કલાકાર ઓફિસમાં ગયો અને લાઈવ કાર્યક્રમ શરૂ થયો. અને જોત જોતામાં એક મિનિટમાં કોઈએ પણ ન બોલ્યા હોય તેટલા 600 શબ્દો એક જ મિનિટમાં બોલી ગયો અને તેને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો. તેના આનંદનો કોઈ પાર રહ્યો નહિ. તેની ખુશી આંખોમાં જોવા મળતી હતી. આજે તેને આખી દુનિયા ઓળખવા લાગી. તેના ગુણગાન ગાવા લાગી. તેની વાહ વાહ થવા લાગી.

આમ, આપણે પણ હારી જઈશ તો શું થશે ? તેનું પરિણામ કેવું આવશે ? લોકો શું કહેશે ? તેના બદલે જો "હું જીતી જઈશ તો શું થશે ?" આ વિચાર આપણા મનમાં આવી જાય છે. તો વિશ્વની કોઈ પણ તાકાત તમને હરાવી શકશે નહીં. આપણામાં જે તાકાત પડેલી છે. તે બીજાનામાં નથી. આપણે જે કરી શકીએ છીએ. તે બીજા નથી કરી શકતા. માટે આપણે જ આપણા હીરો બનીએ. તો આપણું જીવન અવશ્ય સફળ થશે. આપણે ખુદ આપના પ્રેરણાસ્ત્રોત બનીએ.


Rate this content
Log in