જૌહર
જૌહર

1 min

825
લગ્નના ત્રીજા જ દિવસે રુમી અને એના પતિને ગંભીર રીતે દાઝેલી હાલતમાં દાખલ કરવામાં આવ્યાં. પતિનું કરુણ મૃત્યુ થયું.
અર્ધમૃત હાલતમાં રુમીની નજર સામે પતિ સામે લગ્ન સમયે કરગરતો મજબૂર બાપ તાદ્રશ્ય થયો. અને લગ્નવેદીની જ્યોત સમક્ષ જ એક મક્કમ નિર્ધાર કરીને રુમીએ ગૃહપ્રવેશ કર્યો હતો.
પોલિસ સ્ટેટમેન્ટમાં રુમીએ કહ્યું, 'કેન્ડલલાઇટ ડિનરમાં મારી મહેંદીનો રંગ જોતાં જોતાં ક્યારે ઝાળ લાગી એ ખબર જ ન રહી.
અને મનોમન બોલતી રહી, 'એક વિરાંગના સમુ કદમ ઉપાડવા માટે મને ગર્વ છે. એની સાથે જીવવાનું મને મંજૂર નહોતું એટલે અમે સાથે જૌહર કર્યું.'