જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
એક અકસ્માતમાં છગનભાઈની પત્ની મૃત્યું પામે છે. છગનભાઇને માથે જાણે દુઃખોનો પહાડ આવી પડે છે. તેમનાં પર તેમની એક વર્ષની દીકરીની તમામ જવાબદારી આવી જાય છે. સગા સંબંધીઓના કહેવાથી દીકરીની સારસંભાળ લેવા માટે છગનભાઈ બીજા લગ્ન કરે છે. તેમને એવું હતું કે મારી દીકરીને મા મળશે.
છગનભાઈની બીજી પત્ની પોતાની સાથે એક દીકરી લઈને આવી હોય છે. અને સાથે છગનભાઈની દીકરી "રિયા" ને પણ સાચવવાની હોય છે. રિયા ખૂબ જ સુંદર અને સંસ્કારી હોય છે. જ્યારે રીટાબેન જે દીકરી સાથે લઈને આવેલાં તે ખૂબ જ અલ્લડ અને આળસું હોય છે. રીટાબેન રિયા પાસે ખૂબ કામ કરાવતાં અને પોતાની દીકરીને ખૂબ સાચવતા.. છગનભાઈને આ જરા પણ ગમતું નહીં. પણ રીટાબેન તેમની કોઈ વાત સાંભળતાં નહીં. અને બન્ને બાપ-દીકરીને ખૂબ જ હેરાન કરતા..
એક દિવસ રિયા સાંજના સમયે ખૂબ જ રડતી રડતી, ચાલતી ચાલતી એક બગીચા પાસેથી પસાર થતી હોય છે. ત્યાં તેને એક જાદુઈ ચિરાગ હાથમાં લઈને ઊભેલી પરી જેવી સુંદર છોકરી દેખાય છે. એ કહે છે કે, મારું નામ જીની છે. હું તને કઈ મદદ કરી શકું ?
જીની તેને પુછે છે કે, "રિયા, શા માટે રડે છે ?" ત્યારે રિયા કહે છે કે, "મારી નવી મા મને અને મારાં પિતાજીને ખૂબ જ હેરાન કરે છે. ખૂબ જ મહેનત કરાવ્યાં પછી પણ અમને ખાવાનું પણ આપતાં નથી." આટલું બોલીને રિયા ફરીથી ધ્રુસકે ને ધ્રુસકે રડવાં લાગે છે.
જીની રિયાને કહે છે, "હું તને મદદ કરીશ." અને જીની પોતાની પાસે રહેલો "જાદુઈ ચિરાગ" રિયાને આપે છે. અને કહે છે, "તું જે માંગશે એ બધું જ તારી સામે હાજર થઇ જશે."પ્રિયા તો ખુશ થતી થતી એ જાદુઈ ચિરાગને લઈને ઘરે જાય છે. અને પોતાનાં પટારામાં છુપાવીને મૂકી દે છે.
એક દિવસ રિયાની નવી મા પ્રિયાને દૂર દૂર સુધી લાકડાં કાપવા મોકલે છે પરંતુ રિયાને યાદ આવે છે એ જાદુઈ ચિરાગ. રિયા તરત જ જાદુઈ ચિરાગને લઈને બહાર વાડામાં જાય છે. અને જાદૂઈ ચિરાગ સામે બોલે છે કે, "મને લાકડાં જોઈએ છે. તરત જ લાકડાંનો ઢગલો થઈ જાય છે. રિયા ખૂબ ખુશ થઈ જાય છે. બીજા દિવસે તેની મા રિયાને રસોઈ બનાવવાનું કહીને જાય છે. રિયા તરત જ પેલાં જાદુઈ ચિરાગ ને કહે છે. અને જાત જાતની વાનગીઓ તૈયાર થઈને તેની સામે આવી જાય છે. રિયા ખૂબ ખુશ થઈ જાય છે.
રિયા જાદુઈ ચિરાગને કહે છે કે, "મને જીનીને મળવું છે." જીની તરત જ તેની સામે હાજર થઇ જાય છે. અને રિયા જીનીનો ખુબ ખુબ આભાર માને છે.
