જાદુગર અને કિરણ
જાદુગર અને કિરણ
એક સમયની વાત છે. એક શાળામાં એક જાદુગર ખેલ બતાવવા આવ્યો હતો. જાદુના ખેલ જોતા જોતા કિરણ ખુબ ઉતેજિત થઈ ગઈ. કિરણ મંચ પર ગઈ, એક ખેલ પોતાના પર અજમાવવા માટે તૈયાર થઈ ગઈ. જાદુગરે કિરણ સાથે મળીને ખેલ બતાવવામાં સફળતા પ્રાપ્ત કરી. કિરણને જાદુના ખેલ શીખવામાં રસ પડ્યો.
શાળા છૂટ્યા પછી કિરણ જાદુગરના ઘરે ગઈ. જાદુગરે માટલીમાં પ્રવાહી રેડી પોતાના હાથની લાકડી એમાં ફેરવી કિરણને માથે અડાડતા જ સસલી બની ગઈ. કિરણ હવે સસલી હતી. ભોળી સસલી આમતેમ દોડવા માંડી . જાદુગર ખડખડાટ હસવા લાગ્યો. જાદુગર રોજ રાતે કિરણને અસલી રુપમાં લાવી દેતો. જાદુગર કિરણ પર લગ્નનું દબાણ કરવા લાગ્યો હતો. કિરણ લગ્ન કરવાનું ટાળતી હતી.
કિરણ દિવસે જાદુગર ન હોય ત્યારે જમીનમાં ભોંયરું બનાવવા લાગી. કિરણ સસલીના સ્વરૂપમાં હોવાથી ભોંયરું બનાવવું સહેલું લાગતું હતું. સસલીએ ભોંયરા વાટે બહાર નીકળવાની કોશિશ કરી તો બાજુના ઘરે જ નીકળી. એ ઘરના લોકો સારા હતા. સસલીએ મનુષ્ય ભાષામાં બધી વાત કરી. આ ઘરમાં ભક્તિભાવથી દાદા પૂજા કરતા હતા, તેઓએ બધું સાંભળ્યું.
દાદાએ પોતાના કબાટમાંથી એક વાંસળીના આકારની ઝગમગતી લાકડી બહાર કાઢી. દાદા ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરી લાકડી પર ચરણામૃત (ગોકુળની રમણ રેતી) લગાડવા લાગ્યા. ઘરનાં બધા સભ્યો આશ્ચર્યથી જોઈ રહ્યા. દાદાએ આ લાકડી સસલીના માથા પર મુકી. સસલી કિરણના મૂળ સ્વરૂપમાં આવી ગઈ. બધા દંગ રહી ગયા. દાદાએ કિરણને પોલીસ સ્ટેશને જઈ, જાદુગર વિરુદ્ધ ફરિયાદ કરવાનું સુચન કર્યું. કિરણે હા પાડી.
કિરણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી પોતાની ઘરે ગઈ. કિરણના માતા-પિતા કિરણને સ્વસ્થ જોઈ ખુશ થઈ ગયા. કિરણ પોતાના માતા-પિતાને ભેટી પડી. કિરણના માતા-પિતાએ પુત્રીને શાબાશી આપી.
