Kaushik Dave

Children Stories Inspirational

4  

Kaushik Dave

Children Stories Inspirational

ઈશ્વરની શોધમાં

ઈશ્વરની શોધમાં

3 mins
155


   એક છ વર્ષનો નાનો બાળક વારંવાર તેની માતા પાસે ભગવાનને મળવાની જીદ કર્યા કરતો હતો. એ એટલો નાનો અને માસુમ હતો કે એને ભગવાન વિશે કોઈ ખબર નહોતી. છતાં પણ તેને ભગવાન ને મલવાની ઘણી તમન્ના રહેતી હતી.એની એક ઈચ્છા હતી કે તે એક દિવસ ભગવાન પાસે બેસી ને એક રોટલી ખાય.                

એક દિવસ ની વાત છે. એણે એક થેલી માં પાંચ થી છ રોટલીઓ લીધી અને પરમાત્મા ને શોધવા નિકળી પડ્યો. એને વિશ્વાસ હતો કે એક દિવસ ભગવાન તેને જરૂર મલશે. ચાલતા ચાલતા એ ઘણો દૂર નીકળી ગયો. સાંજ નો સમય થવા આવ્યો. હવે બાળક નદી કિનારે આવ્યો. અને જોયું કે નદી કિનારે એક વૃદ્ધ માતા બેઠી હતી. એની આંખોમાં ગજબ નું તેજ હતું પ્રેમ પણ હતો. એ કોઈ ની રાહ માં કે શોધ માં હોય તેવું લાગતું હતું. હવે આ બાળક ને એવું લાગ્યું કે એ વૃદ્ધ માતા એની જ રાહ જાણે જોતી ના હોય !                             

બાળક પેલી વૃદ્ધ માતા પાસે આવી ને બેસી ગયો અને તેને ભૂખ લાગવાથી ધીમે રહીને થેલીમાંથી રોટલીઓ કાઢી અને ખાવા લાગ્યો. પછી એને યાદ આવ્યું' આ વૃધ્ધા પણ ભૂખી હશે ! એટલે ખાતા ખાતા રોટલીનો એક ટુકડો માતાની તરફ કર્યો. અને બોલ્યો," માતા ,આપ પણ ભૂખ્યા થયા હોય તેવું લાગે છે. મને ભૂખ લાગી હતી એટલે ભૂલી ગયો!!. આ જોઈ ને એ વૃદ્ધ માતાની કરચલીઓવાળા મુખ પર એક પ્રકારની ચમક આવી. આંખમાં આંસુ આવી ગયાં. અને બોલી,' બેટા, તું કેટલો માસુમ અને પ્રેમાળ છે. તારા જેવો બાળક મેં જોયો નથી." બાળક માતા ને જોતો જ રહ્યો. માતા એ એક રોટલી ખાધી એટલે બાળકે બીજી રોટલી આપી. માતા ખુબ ખુશ થઈ અને બાળક પણ ખુશખુશાલ થયો. આમ તેમણે રોટલીઓ આરોગી. આ જમવાનો આનંદ બંને એ માણ્યો. વૃદ્ધ માતા અને બાળકે બહુજ પ્રેમ અને સ્નેહ સાથે થોડો સમય વ્યતિત કર્યો.           

હવે રાત્રી થવાની તૈયારી હતી. બાળકે વૃદ્ધ માતાના આશીર્વાદ લઈ ને વિદાય લીધી. જતા જતાં બાળક વારંવાર માતા ને પાછળ વળી વળી ને જોતો હતો... વૃદ્ધ માતા પણ સ્નેહથી બાળક ને જતાં જોઈ રહી હતી. હવે બાળક પોતાના ઘરે પહોંચ્યો. એટલે બાળકની આકુળવ્યાકુળ થયેલી માતા પ્રેમથી ભેટી પડી અને ખુબ વ્હાલ કર્યો અને પુછ્યુ ,' બેટા તું આજે બહુ ખુશ દેખાય છે. શું કારણ છે?.' " માં, આજે તો મને ભગવાન મલ્યા!!. મેં આજે ભગવાન પાસે બેસી ને રોટલી ખાધી. અને માં તને ખબર છે ભગવાને મારા હાથે પણ રોટલી ખાધી. પણ માં ભગવાન તો બહું ઘરડાં થઈ ગયા છે!! ભગવાન તો મને જોઈ ને બહુ ખુશ ખુશ થયા. એટલે મને તો બહુજ આનંદ થયો. હું હવે ખુશ છું.". ........... હવે આ બાજુ પેલી વૃદ્ધ માતા જ્યારે પોતાના ઘરે પહોંચી ત્યારે ગામ લોકો એ તેને બહુ ખુશ જોઈ. અને બધા એ તેને ખુશ થવાનું કારણ પુછ્યું. વૃદ્ધા બોલી,' હું બે દિવસથી નદી કિનારે ભૂખી બેઠી હતી. અને મને વિશ્વાસ હતો કે ભગવાન જરૂર આવશે!! અને મને પ્રેમથી જમાડશે. અને જુઓ આજે તો ભગવાન સાક્ષાત આવી ગયા અને મારી પાસે બેસીને મને પ્રેમથી રોટલી જમાડી અને પોતે પણ આરોગી. ભગવાન તો મને પ્રેમથી જોતા અને હું પણ તેમને પ્રેમ અને સ્નેહથી જોતી રહી. જે આનંદ હતો તે અલૌકિક હતો. જતા જતા મને પગે લાગ્યા અને ભેટી પડ્યા. તેઓ ગળગળા થયા અને મારી આંખમાંથી હર્ષના આંસુ આવું ગયા... તમને ખબર છે ભગવાન કેવા છે બિલકુલ માસુમ અને બાળક સ્વરૂપે આવ્યા હતા. હું તો ધન્ય થઈ ગઈ."                   

 આ વાર્તા નો અર્થ બહુજ ઊંડો છે. વાસ્તવમાં બંનેના દિલમાં ઈશ્વર ને મળવાની તાલાવેલી હતી. પ્રભુ પ્રત્યેનો અગાથ સાચો પ્રેમ હતો. પ્રભુ એ બંને ને બંને માટે, અને બંને માં (ઈશ્વર) તેઓ હતા. જ્યારે મન ઈશ્વર ભક્તિમાં રહે તો આપણે ને દરેક જીવમાં ઈશ્વર દેખાય છે.


Rate this content
Log in