Kalpesh Patel

Children Stories Drama Inspirational

5.0  

Kalpesh Patel

Children Stories Drama Inspirational

ઈચ્છા-ચિરાગ - માણસને મળેલી એક બેજોડ ભેટ

ઈચ્છા-ચિરાગ - માણસને મળેલી એક બેજોડ ભેટ

8 mins
2.4K


અલ્તાફ શેખ ઉત્સાહી યુવા પત્રકાર અને એક છાપાનો વિશેષ રિપોર્ટર હતો. એક દિવસ 'સવારનો સાવજ' દૈનિકના તંત્રીએ તેને કેબીનમાં બોલાવીને કહ્યું, 'આપણા દેશના દવા ઉદ્યોગની પ્રગતિ ઉપર આપણે એક સચિત્ર લેખ પ્રકાશિત કરવો છે. તો તે અંગેની આપણાં રાજ્યની માહિતી ભેગી કરી એક લેખ લખી લાવો ને !'

'ચોક્કસ. આજે જ માહિતી એકત્ર કરવા માટે નીકળું છું.' એમ કહીને અલ્તાફ શેખ તંત્રીની કેબીનની બહાર નીકળ્યો. વિચારતો હતો આ તંત્રીને જલ્સા, માત્ર અને માત્ર ઓર્ડર કરવાનો અને કેબિનમાં બેસવું અને ગપાટાં મારવા ને દિવસ પૂરો કરવો, ના રખડવું કે ના કલમને ઘસેડવી માત્ર અને મજા. નીચે આવી એક કટિંગ ચા પીધી અને હેલ્મેટ ચડાવી, બાઈક સ્ટાર્ટ કરી, ભીડવાળો રસ્તો વીંધી તે 'ઔષધ નિર્દેશાલય'ની સરકારી ઓફિસે પહોંચ્યો. હેલ્મેટ લોક કરી, અંદર ઔષધ નિર્દેશક(ડાયરેક્ટર)ના પીએ(પર્સનલ આસીસ્ટંટ)ની કેબીન આગળ આવ્યો.

કેબિન બહાર સ્ટૂલ ઉપર બેઠો બેઠો બીડી ફૂંકતો હતો. બીડી પીતાં પીતાં જ એણે અલ્તાફ શેખની સામે એવી રીતે જોયું કે જાણે કહેતો હોય, 'બોલો ભાઈ, ક્યાંથી આમ ઊઘડતી ઓફિસે ટપકી પડ્યા ?'

પત્રકાર અલ્તાફ શેખ સમસમી ગયો, મુસીબતે  ગુસ્સાને કાબૂમાં રાખી બોલ્યો, 'ડાયરેક્ટર સાહેબને મળવું છે.'

અને ચિઠ્ઠી પર નામ લખી આપવાને બદલે વીઝીટીંગ કાર્ડ કાઢીને આપ્યું. પટવાળાએ ઝીણી નજર કાર્ડ પર ફેરવી, બીડી બેંચની કોરે મૂકી, પીએની કેબીનમાં ઘૂસ્યો અને કાર્ડ પીએને આપ્યું. પીએ તેના મોબાઈલ ઉપર ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોતો હતો. પટાવાળાને વચમાં ટપકવાથી એ થોડો ચિડાયો. એણે વીઝીટીંગ કાર્ડ ઉઠાવી ટેબલની એક બાજુએ ઘા કરી ફેંકી દીધું. પટાવાળો ગભરાઈ બહાર જતો રહ્યો. પીએ પાછો મોબાઈલ દર્શને લાગ્યો. એકાએક વિરાટ કોહલી આઉટ થઈ ગયો. પીએ ગરમ થઈ ગયો અને ભારતીય ખેલાડી કેમ કરતાં આઉટ થયો એ સાંભળવાને બદલે મોબાઈલ બંધ કરી દીધો અને બબડ્યો, સરકારે ક્રિકેટ રમવા પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. કેટ કેટલાનો સમય બરબાદ કરે છે, અવડા મોટા ખેલાડી થઈ એક મીડીયમ પેસ બોલનો ય સામનો નથી કરી શકતા, ફાસ્ટ બોલને શું રમશે, હં'

'હં' કરવા જતાં ગરદનને એક ઝાટકો લાગ્યો ને એની નજર પેલા વીઝીટીંગ કાર્ડ પર પડી, 'અલ્તાફ શેખ, વિશેષ રિપોર્ટર "સવારનો સાવજ" દૈનિક.' કંટાળા સાથે કાર્ડ ઉઠાવી, તે નિર્દેશકની કેબીનમાં ગયો. નિર્દેશકે કાર્ડ જોયું. ચશ્મા નીચેથી જ જોઈને કહ્યું, 'પત્રકાર છે તો જલદી અંદર મોકલો.'

પીએ પાછો એની કેબીનમાં આવ્યો ને બેલ મારી પટાવાળાને કહ્યું, એલા પત્રકારને સાહેબ પાસે મોકલ.'

પટવાળાએ બહાર આવી અલ્તાફ શેખને કહ્યું, 'ચાલો' અને તેણે નિર્દેશકની કેબીનનું બારણું ખોલ્યું. તે હવે નિર્દેશકની સામે ઊભો હતો.

'આવો, બેસો' નિર્દેશકે કહ્યું. અને હવે તે હાશકારો લેતા ખુરશી પર બેસી ગયો.

નિર્દેશક બોલ્યા,, 'બોલો, શું કામ પડ્યું ?'

અલ્તાફે કહ્યું, 'દેશમાં દવા ઉત્પાદનના ક્ષેત્રમાં અદભૂત પ્રગતિ થઈ છે એ ધ્યાનમાં રાખી અમારે આપણાં રાજ્યનું ફાર્મા સેક્ટરમાં યોગદાન ઉપર લેખ લખવો છે, તો તે અંગે થોડી માહિતી, ડેટા જોઈએ છે.'

નિર્દેશકે પૂછ્યું, 'તમારા છાપાનું સરક્યુલેશન કેટલું છે ?'

મનોજે કહ્યું, 'લગભગ અઢી લાખ તો ખરું.'

નિર્દેશક હસ્યો, 'તો તો તમને દવા બનાવનારી ફેક્ટરીઓની ખાસ્સી જાહેરાતો મળી જશે. જે દવા ઉદ્યોગ માટે કેમિકલ બનાવે છે, તેમજ તેની મશીનરી બનાવનાતી કંપનીઓની પણ જાહેરાતો ય મળી જશે.'

આંટી ગૂંથીથી બેખબર અલ્તાફે ભોળપણથી કહ્યું, 'સાહેબ, તમે કદાચ ખોટું સમજ્યા છો. હું જાહેરાતો માટે નથી આવ્યો.'

નિર્દેશક કહે, હા ભાઈ 'ખબર છે, ખબર છે.'

એણે સિગરેટ કાઢી, હોઠ વચ્ચે મૂકી. પછી કહ્યું, 'જાહેરાત માટે તો તમારા જાહેરખબર વિભાગવાળા આવશે. અહીં બેઠા બેઠા એટલો તો અનુભવ થઈ જ ગયો છે. પણ મીસ્ટર શેખ, તમે આ તલાવની નવી માછલી લાગો છો.'

'જુઓ, ખરેખર એવું છે કે…..' અલતાફ પૂરું બોલી રહે એ પહેલાં જ નિર્દેશક બોલ્યા, 'તમે કેમ આવ્યા છો એની મને ખબર છે. જાહેરાત પહેલાં લેખ કે લેખ માટે કંઇક મટીરીયલ. બધા એમ જ આવે છે. સમજી લો કે એ જ રીતે મોકલવામાં આવે છે.' મારી વાત કાન ખોલીને સાંભલો મહાશય, પહેલા પૂરા એક-લાખ રોકડા મને આપો અને આંઠ દસ હાફૂસ કેરીનાં કરંડીયા મારા પી એ અને બીજા સ્ટાફ માટે, પછી જ કઈ મારૂ મગજ ચાલશે. 

અલ્તાફ માટે આ નવું હતું, તે મુંજઈને હાથ જોડી બાહર આવી ગયો. શું કરવું તેની ભેજા ફોડીમાં હેરાન થતો હતો ત્યાં તેને તેના અબ્બાજાનનું કહેલું યાદ આવ્યું. કોઈ મોટી મુંજવણ હોય તો ખુદાની બંદગી કરવી, તે સીધો જોહર નમાઝ ( બપોરની ) અદા કરવા મસ્જિદે પહોચ્યો, બધા નમાજી ભેળા એને ઈબાદત અદા કરતાં ખુદાને તેની રોજની મુશ્કેલી દૂર કરવા કોઈ અલ્લાઉદીનના ચિરાગ જોવો ચિરાગ આપવાની અરજ કરી જેથી રોજ –બરોજના લેખ માટેની રઝળપાટ અને લોકોના અસહકારમાં આશરો મળે. તે ખરા દિલથી ખુદાની બંદગી કરતો હતો અને તેથી ઘેરી નીંદરમાં સરી પડ્યો...  

પરવર દીગારે તેની ઈબાદત મંજૂર રાખી, તેને સ્વપ્નમાં આવી કહ્યું, હા,મને રાજા અલ્લાઉદીનના જાદુઈ ચિરાગની ખબર છે? અલ્લાઉદીન પાસે એક જાદુઈ ચિરાગ હતો, એના પર તે આંગળી ઘસે, એટલે એમાંથી જીન પ્રગટ થાય, અને પૂછે, "બોલ, માંગ, માંગે તે આપું." પછી રાજાને જે જોઈતું હોય તે માંગે, અને જીન તરત જ એ વસ્તુ હાજર કરી દે. તારે આવો જાદુઈ ચિરાગ જોઈએ છે,અને મળે તો તને મજા આવી જાય ! હું તને જણાવું કે આવો જાદુઈ ચિરાગ મે તને આપેલો છે અને તે તારી પાસે છે જ. ક્યાં છે, કહું તને ? મે દરેક માણસને અર્ધજાગ્રત મન (Subconscious mind) આપ્યું છે, અને આ અર્ધજાગૃત મન એ તારો જાદુઈ ચિરાગ છે. એની પાસેથી ઈન્સાન જે કઈ ઈચ્છે તે બધું જ મેળવી શકે એમ છે.

હા માલિક, પણ બતાવો કે તમે મને આપેલો મારો ચિરાગ ક્યાં છે અને તે કઈ રીતે મારૂ કામ કરી શકે ?

દીકરા, તારે જાણવું છે, તો તું ચૂપ રહે અને,તો ચાલ ધ્યાન રાખી સાંભળજે, એક વાર બોલેલું ફરી નહીં બોલું.....

આ જગતના દરેક ઇન્સાન પાસે બે મન હોય છે, એક જાગ્રત મન અને બીજું અર્ધજાગ્રત મન. ઇન્સાન જાગતો હોય ત્યારે તે તેની બુદ્ધિ પ્રમાણે સમજી વિચારીને જે કાર્યો કરીએ છે, જે નિર્ણયો લઈ લે, સારું-નરસું સમજી શકે, એ બધું જ જાગ્રત મન દ્વારા થતું હોય છે. એટલે કે જાગ્રત મન વિચાર કરી શકે છે, નિર્ણયો લઈ શકે છે, સારુંખોટું સમજી શકે છે. તકને ઓળખી શકે છે. જાગ્રત મન ઇન્સાન જાગતો હોય ત્યારે જ કામ કરે છે. પણ મારા દીકરા આ જાગ્રત મનની શક્તિ ફક્ત ૧૦ ટકા જ છે.

અને જો બીજીબાજુ ઇન્સાનનું અર્ધજાગ્રત મન, ચોવીસે કલાક કામ કરે છે. તેની તાકાત ૯૦ ટકા છે. એક બે ઉદાહરણ આપું. શરીરમાં ખોરાક પચવાની, હૃદયને ધબકતું રાખવાની, ઘા પડ્યો હોય તો રૂઝાવાની, ઊંઘમાં પડખું ફેરવવાની, યાદશક્તિ, શરીરની વૃદ્ધિ, ત્રિકાળજ્ઞાન, ટેલીપથી – આવી બધી જે ક્રિયાઓ છે, તે અર્ધજાગ્રત મન દ્વારા થાય છે. આ ઉપરાંત, તેને જે કામ સોંપો, તે બધું જ તે કરી આપે છે. અર્ધજાગ્રત મન પાસે નિર્ણય લેવાની શક્તિ નથી. પણ તેને જે સૂચનો કરવામાં આવે તેનો તે એક વફાદાર સેવકની જેમ અમલ કર્યા જ કરે છે. તમે એને સારું કે ખરાબ, જે કામ સોંપશો તે એ અચૂક કરશે જ.

આ સંસારમાં ઇન્સાને પહેલાં તે શું મેળવવા ઈચ્છીએ છીએ, તેનું ધ્યેય (Goal) શું છે, તે તેણે નક્કી કરવું જોઈએ. હવે, અર્ધજાગ્રત મનને આ કામ કઈ રીતે સોંપવું ? એની એક રીત આજે તારી બંદગીથી પસંદ થઈ તને કહું છું.

તું રાત્રે પથારીમાં સૂવા જાય ત્યારે, તારી ઊંઘ આવી જતા પહેલાંની તારી પાસે પાંચેક મિનીટ એવી હોય છે કે જેમાં તું પૂરો જાગતો પણ નથી કે પૂરા ઊંઘી પણ ગયો નથી. આ સમયે અર્ધજાગ્રત મનને તું જે સૂચન કરીએ, તે અર્ધજાગ્રત મનમાં બરાબર પહોંચી જશે. એટલે આ સમયે, જે વસ્તુ પ્રાપ્ત કરવી છે, તેનું મનમાં રટણ કરતાં કરતાં ઊંઘી જવું. દા.ત. તારે અખબારમાં સનસનાટી ઊભી કરે તેવો લેખ લખવો છે કે કોઈ પરીક્ષામાં ૯૦ ટકા, લાવવા છે, મારે તો બસ સનસનાટી ઊભી કરે તેવો મારે લેખ લખવો, એવી ઈચ્છા કરતાં કરતાં ઊંઘી જવું. પછી અર્ધજાગ્રત મન તમે સોંપેલું કામ કરવા માંડશે. મારા અનેક બંદાઓએ ઘણી વાર અનુભવ્યું છે કે રાતે કોઈ સમસ્યા હોય કે, અથવા કોઈ વિદ્યાર્થીને દાખલો ના આવડ્યો હોય અને પછી એ સૂવા પથારીમાં પડે અને એની સમસ્યા કે દાખલો યાદ કરતાં કરતાં ઊંઘી જાય, સવારે જાગે ત્યારે એ સમસ્યા કે દાખલાનો ઉકેલ મળી ગયેલ હોય.

મારા વાહલા દીકરા અર્ધજાગ્રત મનને તારું ધ્યેય સોંપવાની બીજી રીત. અર્ધજાગ્રત મન કોઈ ભાષા નથી સમજતું, તે ફક્ત ચિત્રોની ભાષા સમજે છે. તું શાંત ચિત્તે એક રૂમમાં આંખો બંધ કરીને બેસજે. અને તારા ધ્યેયને લગતાં ચિત્રો કપાળ આગળ એક કાલ્પનિક પડદા પર જોવાનું રાખજે. આ ચિત્રો અર્ધજાગ્રત મનમાં અંકિત થઈ જશે, અને તમારા ધ્યેયને સાચું બનાવવા માટે તે કામે લાગી જશે. અર્ધજાગ્રત મનને આ રીતે કામ સોંપવાનું થોડા દિવસો સુધી રોજ ભૂલ્યા વગર કરજે.

ભલે માલિક જેવો તમારો આદેશ, પરંતુ આ અર્ધજાગ્રત મનને મારા કામ સોંપ્યા પછી, તે મને મારૂ ધ્યેય સિદ્ધ થયું છે કે થવાનું છે તે સંદેશો કઈ રીતે મોકલે ?

દીકરા સંભાળ આપણે રાબેતા મુજબ કામ કરતાં હોઈએ અને કોઈ દિવસ એકાએક આપણને સ્ફૂરણા થાય કે ઓહો ! ફલાણું કામ તો આ રીતે કરી શકાય. આ સ્ફૂરણા તને તારા અર્ધજાગ્રત મને મોકલી હોય છે. અખબારમાં સનસનાટી ઊભી કરે તેવો લેખ લખવો છે, એ કામ અર્ધજાગ્રત મનને તે સોંપ્યું હોય તો તને પ્રેરણા કરે કે અમુક રીતે એપ્રોચ રાખ, અને લખ, અને તું એ પ્રમાણે કરે અને તારો લેખ લખાઈ જાય.

પણ દીકરા તારું અર્ધજાગ્રત મન તારા  કામ કરી આપે એ  માટે તેની અમુક જરૂરિયાતો છે. (૧) હમેશાં તારે હકારાત્મક (Positive) બનવું. (૨) ગુસ્સો ના કરવો. (૩) બીજાઓને તેમની ભૂલો માટે માફી આપવી. (૪) જે મેળવવું છે, તેની તીવ્ર ઈચ્છા (Burning desire) હોવી જોઈએ.(૫) અને છેલ્લે તને તારા અર્ધજાગ્રત મનની શક્તિઓ પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ.

અર્ધજાગ્રત મન એ કદાચ શરીરમાં રહેલો આત્મા અને મારો અંશ છે. તું દીકરા તારા અર્ધજાગ્રત મનને ઓળખ. તેની સાથે થોડો સમય રોજ વિતાવ. તારી અંદરની દુનિયામાં ડોકિયું કરવાની ટેવ પાડ, તે તારા બધાં કામ કરી આપશે. તારું જીવન ધન્ય થઈ જશે. તારા અર્ધજાગ્રત મન પાસે તારા બધા જ પ્રશ્નોના ઉકેલ છે.

બાજુ નમાજીએ એ અલ્તાફને હળવો ઢંઢોળ્યો ત્યારે તેની ભાવ સમાધિ અટકી. અને ઘેર ગયો, તે રાત્રિએ તેણે માલિકને યાદ કરી પોતાની મહેચ્છા જણાવી સૂઈ ગયો.

અલ્તાફ બીજે દિવસે સવારે ઊઠ્યો અને કામે જતો હતો ત્યારે આજે તે ખરા અર્થમાં "સવારનો સાવજ" હતો અલ્તાફે તેની બાઇકના સ્ટારટરની કી ગુમાવી, ત્યાં તેને અંત:સ્ફુરણા થઈ અને બાઇક સીધી એન્ટિ કરપશન ડિપાર્ટમેંટની ઓફિસે અટકી. ત્યાં તેણે નિર્દેશકને પોતાની કેફિયત રજૂ કરતાં કહ્યું "કે તે પત્રકાર છે, ડિપાર્ટમેંટમાં સૌ પત્રકાર શબ્દ સાંભળી બધા ગંભીર થઈ ગયા. અલ્તાફ શેખે 'એ કેમ આવ્યો છે ?' એ અંગે એણે નિર્દેશકને જણાવતા પોતાની કેફિયત રજૂ કરતાં ઔષધ વિભાગના ઉપનિર્દેશક અને સહાયક નિર્દેશકની જે માંગણી હતી અને બીજું જે કંઈ કહ્યું હતું, એ બધું કહ્યું. અને સહેજ હસીને કહ્યું, 'આ વિભાગની ખૂબી જ એ છે કે અહીં બધું છે પણ ફરજ પાલન નથી."

કરપ્શન વિભાગને મહિનાની આખરમાં તેમના કેસનો ટાર્ગેટ પૂરો બતાવવાનો હતો, તેથી આખો સ્ટાફ કામે લાગી ગયો, અને અલ્તાફના ભેળા તેઓનું પણ કામ થઈ ગયું.

અલ્તાફને હવે તેનો "ઈચ્છા-ચિરાગ" મળી ગયો હતો અને  તેને  અલ્લાઉદીનના ચિરાગની માફક ઘસવો નથી પડતો, માત્ર ઈચ્છા વ્યકત કરતાં તેનું કામ કરે તેવો બેજોડ..  

(નોંધ: અર્ધજાગ્રત મનને લગતી ઘણી બુક્સ લખાઈ છે. આ પ્રેરણા વાર્તા લખવામાં, અંગ્રેજી બુક "ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઈન્ડ " બાય જોસેફ મર્ફીનું માર્ગદર્શન લીધું છે.)


Rate this content
Log in