Hitakshi buch

Others Tragedy

3  

Hitakshi buch

Others Tragedy

હું ઘરમાં કેદ થઈ ગયો છું :-

હું ઘરમાં કેદ થઈ ગયો છું :-

3 mins
2.7K


પ્રમિત, ઉંમર વર્ષ ૪૦ ભાવનગરમાં પોતોની માતા સાથે રહે છે. સ્વભાવે સરળ, હોશિયાર પરંતુ સતત કોઈ વસ્તુની તલાશમાં હોય એવું લાગે.

છેલ્લા ચાર વર્ષોથી નોકરી છોડી વાસ્તુ વિશેષજ્ઞ તરીકે કામ કરતો. કામ મળી જાય તો આંખો મહીનો કયા પસાર થઈ ગયો એની જાણ પણ ના થાય, બાકીના સમયમાં હું બિચારો કામની તલાશનો મારો જેવી હાલત થતી. છતાં ખુશ મિજાજ રહેતો. પ્રમિતના ઘરમાં સમ ખાવા પુરતા માત્ર બે જ લોકો. પોતે અને વૃધ્ધ માતા. માતાને વર્ષોથી આંખોમાં ઝાંખપ ની તકલીફ હોવાથી વધુ સમય ઘરમાં જ રહેતા.

બાળપણથી માતાને એકલપંડે જિંદગીની લડાઈ લડતા જોઈ હતી. પોતાની બાલ્યાવસ્થામાં જ પિતા તેમને છોડી ગયા હતા. થોડા વર્ષો બાદ માતાને છૂટાછેડા આપ્યા વગર જ તેમણે બીજા લગ્ન કરી લીધા હતા. આ વાતની ઊંડી છાપ આજે પણ પ્રમિતના મન પર હતી. કદાચ આ કરણે પ્રમિત લગ્નના નામથી દુર ભાગતો. બધાના લાખ સમજાવ્યા છતાં એને કોઈ છોકરી પસંદ જ નહોતી આવતી.

જીવનની હાલત ડોલક નૈયામાં અચાનક એક દિવસ એના જીવનમાં ચિત્રા આવી. જોત જોતામાં બંને ખુબ જ સારા મિત્રો બની ગયા. પ્રમિતને જાણે તેની આદત જ થઈ ગઈ હતી. ચાર-પાંચ દિવસ થાય અને ચિત્રાને મળવા તલપાપડ થઈ જતો. એક સાંજે રાબેતા મુજબ પ્રમિતે ચિત્રાને ફોન લગાડ્યો.

'હેલો ચિત્રા... કેમ છે તું ? મારે તારી સાથે ખુબ જ અગત્યની વાત કરવી છે. પ્લીઝ સમય નથી એમ ના કહેતી.'

'બોલ શું થયું ? કેમ આટલો બેચેન લાગે છે ?'

'ચિત્રા શું કહું તને... યાર મને લાગે છે કે હું જાણે ઘરમાં કેદ થઈ ગયો છું. મને ડિપ્રેસીવ ફિલ થાય છે. શું આમ જ મારે સેવા કરતા રહેવાનું ? નથી ગમતું હવે આ બધું...'

'પ્રમિત જરા શાંત થઈ જા. હું સમજી શંકુ છું તારી સ્થિતિ. પરંતુ તારા મમીની આ પરિસ્થિતિમાં તું નહી તો કોણ રહેશે એમની સાથે ? તેમના ઓપરેશનને હજી તો મુશ્કેલીથી પંદર દિવસ જ થયા છે ત્યાં તું આ રીતે વર્તન કરે એ યોગ્ય નથી.'

'ચિત્રા હું સમજુ છું પણ શું મારે આમ જ જીવન પસાર કરવાનું ? ઘણીવાર એવું મન થઈ આવે છે કે મમ્મીને આશ્રમમાં મુકી આવું.'

'પ્રમિત મને લાગે છે હવે તું તારી હદ વટાવી રહ્યો છે. તું આટલા સમયથી તારી માતાની એક શ્રવણની જેમ સેવા કરી રહ્યો છે અને હવે અચાનક આવા વિચારો ? તને આ શોભતું નથી. તારી માતા એ તને મોટો કરતી વખતે એકવાર પણ આવો વિચાર કર્યો હોત તો જરા વિચાર તું આજે જે છે એ હોત. મા ક્યારેય પોતોના કર્યાનો હિસાબ નથી કરતી. એ નિર્મળ અને નિ:સ્વાર્થ ભાવે પોતાના બાળક રુપી છોડને જતનથી સિંચન કરી મોટું કરે છે. માટે આવા વિચારો છોડી પોઝિટીવ જીવન તરફ આગળ વધવામાં જ સારપ છે.'

તબીબી તજજ્ઞોના તારણ મુજબ આ એક પ્રકારની જીવન પ્રત્યની નિરસતા અને એકલતાની નિશાની છે. વ્યકિતને જીવનમાં પોતાની મહત્વકાંક્ષા પ્રમાણે વસ્તુ હાંસલ નથી થતી ત્યારે તેની માનસિક પરિસ્થિતિ ધીમે ધીમે નબળી બનતી જાય છે અને આવા સમયે પોતાના સ્નેહીજન પણ અળખામણા લાગવા લાગે છે. આવી સ્થિતિને સમયસર સમજી એના નિરાકરણ તરફ કામ કરવાથી ચોક્કસ હલ મળી શકે છે.


Rate this content
Log in