હથેળી અને કૂંપળનો વ્યવહાર
હથેળી અને કૂંપળનો વ્યવહાર


એક ઉક્તિ પરંપરાગત સાંભળવામાં આવે કે,“બાળક એ પ્રભુનું સ્વરુપ છે.”
કર્ણપટલ પર તો આ વાક્યનો અદ્ભુત પ્રભાવ પડે, પડે ને ! પણ જ્યારે એ જ પ્રભુ ઉપર સમાજમાં થતા અત્યાચાર મીડિયા દ્વારા કે ન્યુઝપેપરમાં જોઇયે ત્યારે અત્યંત વેદના થાય. અરે, પ્રભુને મને -કમને,, પ્રેમ -ડરથી ,, પણ કેવાં લાડ કરો છો ! કરો છો ને !
જો ગુના કરીએ તો ઇશ્વર સજા કરે એવું કેવું મનમાં બેસી ગયું છે ! તો પ્રભુના પ્રસાદ જેવાં નિર્દોષ બાળક સાથે કોઇ ક્રુર કેવી રીતે થઇ શકે ?
બાળશોષણ શબ્દ જ અણમાનીતી રાણી જેવો લાગે છે. આ તો ટી.વીમાં ક્યાંક ક્રુર સીરીયલનું અલપઝલપ દ્ર
શ્ય નજરે ચડી ગયું તે અંતરમાં કચવાટ થઇ ગયો. જરા એમ ચોક્કસ થયું કે ઇશ્વરનો આ ન્યાય સમજણની બહાર છે. જ્યાં પાલવ ફેલાવી બાળક માટે ઝુરતાં દંપતી છે ત્યાં હીન કક્ષાએ બાળકની સાથે વ્યવહાર કરતા લોકો !
સંતો એમ કહે કે કળિયુગમાં કંઇ ઇશ્વર ચતર્ભુજ સ્વરુપે ન મળે. કોઇ દયાવાન, કોઇ ઉત્તમ કાર્ય કરનારા સજ્જન..- બસ આ બધા અલખના હોવાની એંધાણી છેે. એવી જ રીતે કળિયુગમાં કંઇ રાક્ષસ દસ માથાવાળા કે ભયંકર રુપ ધરાવતા ન મળે. પણ મનમાં હીન ભાવના - દસ માથા જેટલું કપટ એ રાક્ષસ હોવાની જ નિશાની છે.
બસ, એક પ્રાર્થના સાથે વિરામ.
“सबको सन्मति दे भगवान...”