Niky Malay

Children Stories

4.8  

Niky Malay

Children Stories

હેલ્લો ! બચ્ચાં પાર્ટી - બાળ

હેલ્લો ! બચ્ચાં પાર્ટી - બાળ

2 mins
924


દરોજની જેમ આજે દાદીમા મેદાનમાં બેન્ચ પર બેઠાં હતા. રજાનો દિવસ એટલે બાળકો માટે મજાનો દિવસ. મલય, દિશું, ચીન્ટુ ચારેય દાદીમા પાસે દોડતાં-દોડતાં આવ્યા. મલય : હેલ્લો ! દાદીમા. કેમ છો? દાદીમાં ફાઇન બેટા. આજે મિસુ કેમ દેખાતી નથી.

દિશું : દાદીમાં આજે રવિવાર છે ને ! એટલે બહાર રેસ્ટોરેન્ટમાં જમવા ગઈ હશે. તેઓ દર રવિવારે બહાર રેસ્ટોરેન્ટમાં જ જમવા જાય. મને પણ બહાર રેસ્ટોરેન્ટમાં જવાનું ખૂજ મન થાય પણ મારા મમ્મી મને મહિનામાં એક જ વાર લઈ જાય છે. હું તો રવિવાર આવે એટલે રેસ્ટોરેન્ટમાં જવાની ખૂબ જીદ કરું પણ મમ્મી તો મમ્મી જ- મારી જીદ સામે જુએ જ નહીં. મને હોટલમાં જમવાની ખૂબ મજા આવે તેનો સ્વાદ જોરદાર હટકે જ હોય ! 

મલય: દાદીમાં ચાલોને આપણે બધા એક દિવસ હોટલમાં જમવાનો પ્રોગ્રામ ગોઠવી. દાદીમાં બેટા પેલા એક વાર્તા સાંભળો પછી આપણે હોટલનો પ્રોગ્રામ ગોઠવીશું.

વિશ્વા તેના મમ્મી – પપ્પાની ખૂબ જ લાડકી લગભગ ચાર કે પાંચ વર્ષની હશે. એટલા વહાલથી તેનો ઉછેર થતો હતો. કે જે જોઈએ તે વિશ્વાને તરત જ મળી જતું. જેમ જેમ વિશ્વા મોટી થતી ગઈ તેમ તેમ તેના સુખમાં વધારોને વધારો જ થતો ગયો. જે જીદ કરે તે હાજર જ હોય. રાત્રે બે વાગે પીઝા ખાવાની જીદ કરે તો પણ તેના પપ્પા તરત જ માંગવી આપતા. વધારે પડતું બહારનું એટલું ખાવા મળતું કે ઘરનું તેમને ભાવતું જ નહીં. પીઝા, બર્ગર, પાસ્તાઅને ચાઇનીઝ આઈટમની એટલી ટેવ પડી ગઈ હતી, કે ઘરનું જમવાનું તેની સામે રાખવામા આવે તો રડતી અને જીદ કરીને બહારનું જ ખાતી. અને તેના માતા – પિતા પણ પોતાનું એક નું એક જ સંતાન હોવાથી તેની બધી જીદ પૂરી કરતાં. આજે વિશ્વા અઢાર વર્ષની થઈ છે. તેનો જમવાનો નિયમ ડોક્ટરની સૂચના અનુસાર ચાલે છે. તેના આંતરડા એટલા ખરાબ થઈ ગયા છે, રિપોર્ટમાં સુધારો થતો જ નથી. 

વિશ્વાનો આજે જન્મ દિવસ છે, છતાં વિશ્વા બહાર જમવાની જીદ કે હોટલમાં જવાની જીદ નથી કરતી. તેના બર્થડેના દિવસે તેના પેરેન્ટ્સ એક સાત્વિક અને પૌષ્ટિક આહારની થાળી શણગારીને વિશ્વાને હેપી બર્થડે વિશ કરી. વિશ્વાના આરોગ્ય માટે અને દીર્ઘ આયુ માટે આશીર્વાદ આપે છે.

મલય : દાદીમાં તો બહારનું જમવાનું આટલું ખરાબ હોય તો બધા કેમ વહેચતા હશે ! બધા વહેચે છે તો બધા જવાના જ ને વળી... ચસકા લેવા કોને ન ગમે... ! થોડી એવી હોટલ કે રેસ્ટોરેન્ટ કે લારી હોવી જોઇયે કે જે સાત્વિક હોય,  તો જ નાના બાળકોને સાત્વિક જમવાની ટેવ પડેને !  

બધા બાળકો તાળી પડી કહે પણ દાદીમાં તમારી વાર્તા બોધ લેવા જેવી છે.


Rate this content
Log in