હાશકારો
હાશકારો
1 min
168
આસુ... આસુ.... ક્યાં છે બેટા તું ?
હિના રડવા લાગી, તેનો ત્રણ વર્ષનો આસુ મંદિરમાં દર્શન કરતી વખતે છૂટો પડી ગયો હતો. હિનાને ખૂબ ચિંતા થઈ રહી હતી અને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો કે તેને આસુનુ બરાબર ધ્યાન રાખ્યું નહીં. તેના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા અને તે મંદિરમાં આસુને શોધવા માટે આમ તેમ દોડી રહી હતી. ત્યાં તેની દૂર રહેલા આસુ પર પડી.
એક બા તેને રડતો જોઈ લાડુ આપી તેની સાથે વાતચીત કરતાં હતાં. હિના દોડીને જાય છે અને આસુને ઉંચકી લઇ ગળે લગાવે છે.
હાશ..... હવે તેના મનને શાંતિ થઈ.
