Vijay Shah

Others Inspirational Tragedy

3  

Vijay Shah

Others Inspirational Tragedy

હા મારા ભોળા અને સાચા રાજ્જા

હા મારા ભોળા અને સાચા રાજ્જા

2 mins
7.0K


કહેવું-ન કહેવુંના બે પડની વચ્ચે હું દાણાની માફક પિસાઉં,

તને શબ્દોમાં કેમ સમજાવું?

ખુલ્લા દેખાતા બે હાથ-પગ વચ્ચે છે તોડી તૂટે ન એવી બેડી;

પડ્યો ભૂલો ભવાટવિમાં એવો,

જડી ન જડે જાત સુધી પહોંચવાની કેડી,

રોકીને રાખવી પડે છે એ વાત જે હોઠો પર થાય આવું-આવું,

તને શબ્દોમાં કેમ સમજાવું?

શૂળી દેખાય છે જે મારા ખભે એ છે મારે દેવાના જવાબો;

જાણીને પીવાનાં ઝેર જેથી જીવતરમાં આવે ન કોઈ ખરાબો,

તારે શું? તારે તો ડગલે ને પગલે ને વાતે ને વાતે રિસાવું.

તને શબ્દોમાં કેમ સમજાવું?

- વિવેક મનહર ટેલર (૨૯-૦૩-૨૦૧૧)

હા મારા ભોળા અને સાચા રાજ્જા


આશિષ આ વાંચતો હતો અને કવિની વ્યથા વર્ણને તેના મનમાં વાહ કહેવડાવી દીધું. વાત તો સાવ સાદી હતી. આજે આશા આમજ વિફરી હતી. તેનું ધાર્યુ કરાવવા તેને ત્રાગા કરવાની ટેવ પડી હતી. આશિષ આ સમજતો હતો અને ભેદાતો પણ હતો તેથી કહેતો જેને 'પોતાના' માન્યા તે સૌએ એવા છેહ દીધા કે 'આહ' પણ ના નીકળી. ધણ ધણ જેમ ફૂટે ધાણી તેમ નીકળે અવળ વાણી. કારણ કે ન જડે જવાબ તે અને મૌનની જો ઉઘાડું બારી તો થાય ભૂલ ભારી.

જીવને જો ના જોઇતો હોય ખરાબો તો કર ફુત્કાર્યા તારા સત્યોને ને ના લે ઝેર અવળ વાણીનાં ચિત્તે.

તું સાચો છે કે ખોટો તે મુલવણી થવા દે દુનિયાનાં હસ્તે.

પોતાનું ધાર્યુ ન થાય તેવે દરેક વખતે ખબર છે ને દરેકે દરેક્નાં મુખે હોય છે અવળ વાણી?

ધર આયનોને જોવાદે તે સૌને તેમના મુખેથી સરતી સ્વાર્થોથી ભરેલી કટુ વાણી-રીસથી ભરેલી નકારાત્મક કટુવાણી તને શબ્દોમાં કેમ સમજાવું?

હું તો તારો અને તારો જ સદા રહેવાનો, તું કહે કે ના કહે આ તો મારી છે સવળ વાણી અને ફુત્કાર મારો.

ગુસ્સો ઉતરી ગયો હતો અને આશાથી રડી દેવાયું.

હા, મારા ભોળા અને સાચા રાજ્જા.


Rate this content
Log in