Amit Chauhan

Others

2  

Amit Chauhan

Others

ગુજરાતી સ્ત્રી

ગુજરાતી સ્ત્રી

2 mins
153


સરેરાશ ગુજરાતી સ્ત્રીને પતિ ખપે છે

ગોળ ગોળ ફરીને કે આડી અવળી ફરીને 

પણ એ લગ્નની વાત પર આવીને અટકે છે.


લગભગ દરેક ગુજરાતી સ્ત્રી, હા, હા 

આજની પ્રત્યેક આધુનિક ગુજરાતી સ્ત્રીને 

લગ્નની એક વખતની નિષ્ફળતા પજવતી નથી 

ને નડતી પણ નથી.

ગુજરાતી સ્ત્રી એવો પતિ પસંદ કરે છે કે રોજ રાત્રે 

આખા દિવસનો રિપોર્ટ આપે

કદાચ જો કોઈ પતિને આવી આદત ન હોય તોયે લગ્ન 

પછી એને આ આદત કમને પણ પાડવી પડે છે !

સરેરાશ ગુજરાતી સ્ત્રીનો એક દિવસ પણ એવો નહી ગયો હોય કે પોતે જૂઠું બોલી ન હોય !

આમ તો દિશાઓ તો ચાર જ છે. પણ સરેરાશ ગુજરાતી 

સ્ત્રીનું મગજ અનેક દિશામાં દોડતું હોય છે. 

સરેરાશ ગુજરાતી સ્ત્રી એક ટ્રેન છે કે જે કોઈની વધારે પડતી રાહ જોતી નથી,

તે એક એવી સ્ત્રી છે કે જેને એન્જીન ચલાવનાર ડ્રાઈવર જોઈએ છે !

ગુજરાતી સ્ત્રીની યાદશકિતની કસોટી કરવા જેવી નથી. 

એ લગભગ પાસ થાય છે. 

એક સરેરાશ ગુજરાતી આધુનિક સ્ત્રીને બહુ ભણેલો પતિ ન મળે તો વાંધો આવતો નથી. 

એને ઝંખના કેવળ કહ્યાગરા પતિની છે. 

ગુજરાતી સ્ત્રી માટે લગ્ન એ તો કેવળ લાયસન્સ છે,

બાકી એ તો એની 'મસ્તી'મા જીવન વ્યતિત કરે છે,

આજની સરેરાશ આધુનિક ગુજરાતી સ્ત્રી પાસે ઓછામાં ઓછું એક ડેબિટકાર્ડ છે. તેની પાસે ક્રેડીટ કાર્ડ છે. તે પાનકાર્ડ ધરાવે છે. 

તેને બદલાતી ફેશન પ્રમાણેના કપડાં પહેરવાનો શોખ છે.

તે સોશ્યલ મીડીયા પર રહે છે. 

તેના એક કરતા વધારે બેન્કમાં એકાઉન્ટ છે. 

અને જીમનું સભ્યપદ ! હા, ઊભા રહો એ પણ કહુ છું,

થોડો શ્વાસ લઇ લેવા દો !

હા, એની પાસે જીમનું સભ્યપદ પણ છે. 

આજની આધુનિક ગુજરાતી સ્ત્રીના વોર્ડરોબમાં સ્વિમસ્યુટ મળી આવે તો નવાઈ અનુભવવા જેવું નથી.

આજની સરેરાશ ગુજરાતી સ્ત્રીને કોની જોડે કેવી વાત કરવી અને કેટલા સમય સુધી વાત કરવી તે બહુ સારી રીતે આવડે છે. 

ઘણીખરી ગુજરાતી સ્ત્રીઓ ઘવાયેલી વાઘણો છે,

અને એટલે પુરૂષ વર્ગે સાવધાની રાખવાની ખાસ જરૂર છે. 

ગુજરાતી સ્ત્રીની ...હા, હા, એક ગુજરાતી સ્ત્રીની મર્યાદા એ છે કે તે લીગલી કોઈ એકની જ બનીને રહી શકે છે. 

ગુજરાતી સ્ત્રી સલામતીઘેલી છે. તેને ગરીબી પસંદ નથી.

સરેરાશ ગુજરાતી સ્ત્રી શરતો પર જીવનારી સ્ત્રી છે. 

સરેરાશ ગુજરાતી સ્ત્રી જે માફ કરવા જેવો લાગે એને જ માફ કરે છે. 

સુંદર ગુજરાતી સ્ત્રી સાથે લગ્ન કરવા એ ખાવાના ખેલ નથી ! બોચીએ આંખો આવી જઈ શકે છે. 


Rate this content
Log in