Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

ગરીબનો માસ્ક

ગરીબનો માસ્ક

2 mins
11.6K


  માં... માં..એક લઘર વઘર દેખાતો પાંચથી છ વર્ષનો છોકરો દોડતો દોડતો એની માં ના ખોળામાં બેસી ગયો...              

" બોલ બેટા "...એ ગરીબ માં એ બાળકના માથા પર હેતથી હાથ ફેરવી ને બોલી.... "માં... માં. મને એક નાનો રૂમાલ જેવો કકડો આપ.અથવા તારી જુની સાડી નો એક કકડો આપ." નાનો બાળક બોલ્યો.                          

" કેમ બેટા..તારે રમવું છે?..

ના.ના.. મારે રમવું નથી.પણ જો ને આપણા શહેર માં નવી ફેશન આવી છે." બાળક બોલ્યો...                  

"શેની ફેશન બેટા.".   

"જો ને માં એક તો બહાર તો કોઈ તો દેખાતું જ નથી અને જે દેખાય છે એ ફેશન કરે છે."                 

"બેટા તને ખબર ના પડે.".                     

 " પણ માં જે દેખાય છે એ તો દૂર દૂર રહીને જ જાય છે. અને તેઓ મોં પર કાપડ લગાવી ને જાય છે." બાળક બોલ્યો.                                   

" ઓહો..અરે બેટા આતો આપણા દેશ માં અને શહેર માં મોટી બિમારીઓ શરૂ થઈ છે. એટલે અંતર રાખીને રહેવાનું તેમજ મોં પર માસ્ક એટલે બેટા મોઢું ઢાંકીને જવાનું. બેટા હું તને કકડો ધોઈ ને આપીશ." માં બોલી..

"સારૂં માં આટલી મોટી બિમારી છે એટલે હું પણ મોઢું કકડા થી ઢાંકીને બહાર જઈશ. " બાળક બોલ્યો. 

"ના.ના.બેટા.. તું મોઢા પર કકડો રાખજે...પણ બહાર તો રમતો જ નહીં."                 

  " તો માં આપણ ને ખાવા મલશે કે નહીં?".                 

 " હા.હા.મલશે બેટા ચિંતા કરીશ નહીં. દયાળુ લોકો આપણા જેવા ગરીબો ને ખાવા આપશે."    

"હે માં..આ બિમારી આપણ ને પણ થાય ખરી?" દયામણી નજરે બાળક બોલ્યો.                 

 'ઘર માં રહો, સલામત રહો' બહાર જાવ તો માસ્ક જરૂર પહેરો.અને હા સાબુ કે હેન્ડવોશથી હાથ ચોક્કસ ધોવા.


Rate this content
Log in