ઘરનાં ગણેશજી
ઘરનાં ગણેશજી
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મારો જન્મ તેથી મરાઠીની જેમ ગણેશજી માટે રવા લાડુ વળાતા ને હલદી કુમકુમ નો પણ રિવાજ અમેરિકામાં ધામધૂમથી ઉજવવાનો આનંદ છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવાયા પછી ગણપતિ વિસર્જન કહેવાય છે. ભૂલચૂક કરજો માફ ને વહેલા વહેલા મુજ આંગણિયે પધારજો. દયા કરો ગણનાથ ને હંમેશા રિદ્ધિ સિદ્ધિના દાતા રક્ષા કરજો.
