એથ્લીટ મારિયા એન્ટ્રેઝિક અને બાણું લાખ-રૂપિયા
એથ્લીટ મારિયા એન્ટ્રેઝિક અને બાણું લાખ-રૂપિયા
સિંગાપોરમાં એક નર્સ ભાગ લેવા આવી ને હાર્વર્ડમાં ભણતી એવિડેમોલોજીસ્ટ ગેબી થોમસ અને અન્ય મેડિકલ સ્ટુડન્ટ લી કાફેર અમેરિકા માટે મેડલ જીતી ગઈ એવા બધા સમાચારો વચ્ચે એક સમાચાર બહુ વાઇરલ થયા.
એ પોલેન્ડના હતા. ૨૫ વર્ષની કોઈ હીરોઈન જેવી ફુટડી પોલિશ એથ્લીટ મારિયા એન્ટ્રેઝિક નીરજની માફક ભાલા ફેંકમાં ચમકી-મહિલાઓમાં એણે જેવેલીન થ્રોમાં સિલ્વર મેડલ મેળવ્યો. ઇન્સ્ટાગ્રામ પર મસ્ત લહેરવાળી કુદરતમાં ફરવા કે ચોકલેટ ખાવા કે જીભડા કાઢવા જેવી પોસ્ટ મુક્તી એ ચુલબુલી સ્પોર્ટસ સુંદરી માટે તો જીતવાનું શું, ભાગ લેવાનું ય ઠેકાણું નહોતું. હા, સમાચારોમાં એ વિગત ભાગ્યે જ વાઇરલ થઈ છે કે ખુદ મારિયાને જ ૨૦૧૨માં બોન કેન્સર માત્ર ૨૩ વર્ષની વયે ડિટેક્ટ થયેલું ! એણે મન મક્કમ રાખી મેડિકલ સાયન્સના જોરે મુકાબલો કર્યો. સર્જરી કરાવી ને ફરી પ્રેક્ટિસ શરૂ કરી ! ૨૫ વર્ષની વયે તો સિલ્વર મેડલ જીતી ય લીધો ને પોલેન્ડમાં એનો જયજયકાર થઈ ગયો.
ઠીક છે. આવું બધે થાય. જ્યાં ઓછા મેડલ આવતા હોય ત્યાં તો દબદબો ને લોકચાહના ય થોડી વધુ મળે. સેંકડો મેડલ જીતાયા છે ને જીતાતા રહેશે. પણ પછી મારિયાએ કર્યું એમાં એના સ્માઈલ જેવી જ દિલની ખૂશ્બુ હતી. મેડલ ચાંદીનો પણ કામ પ્લેટીનમ લેવલનું હતું. સ્વદેશ પાછા ફરતાં મારિયાએ સમાચાર વાંચ્યા કે માત્ર આઠ
મહિનાના શિશુ મિલોઝેક માલિસાને ગંભીર હૃદયની બીમારી છે, જેનું કોઈ ઓપરેશન યુરોપમાં શક્ય નથી. અમેરિકા સ્ટેનફોર્ડ યુનિ.માં જ થાય એમ છે. જે માટે ૩,૨૫,૦૦૦ ડોલર્સ (આશરે અઢી કરોડ જેટલા રૂપિયા) જોઈએ. આવી માનવતાની સ્કેલને ભારતમાં ય તરત પ્રતિસાદ મળે જ છે ને સોળ સોળ કરોડ પણ આપણે ત્યાં જનતા ઉદારતાથી એકઠાં કરી દે છે.
ટચૂકડા પોલેન્ડમાં ગરીબ પરિવાર માટે એ બહુ મોટી રકમ. એ સમાચાર વાંચી ખુદ મિડલ કલાસની એવી મારિયાને થયું કે માત્ર જગત આપણને ચાહે એ પૂરતું નથી. આપણે વળતું કશુંક જગત માટે કરવું જોઈએ. એની પાસે એટલા પૈસા નહોતા એટલે એણે પોતાનો તાજો જીતેલો ઓલિમ્પિક સિલ્વર મેડલ જ ફંડ રેઇઝિંગ માટે ઓકશન (હરાજી)માં મૂક્યો. એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર લખી એમાં લખ્યું : ''આ રૂપાને લીધે કોઈનું જીવન બચશે નહિ તો એ કબાટમાં પડીને ધૂળ ખાશે એ શું કામનું ?''
લોકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો. પોલેન્ડની સુપરમાર્કેટ ચેઈન ઝાબકાએ મેડલ ખરીદી લીધો બાણું લાખ-રૂપિયા (દોઢ લાખ ડોલર)ની બોલી લગાવી. અને એટલું જ નહિ આ ઉમદા કામ માટે અમને પ્રેરિત કર્યા એટલું ઘણું, મેડલ તો મારિયાએ દેશ માટે જીત્યો છે, અમે રાખીશું નહિ. એમ કરી સસ્નેહ પરત કરી દીધો મારિયાને !
સંઘર્ષ, શ્રદ્ધા અને મહેનત કરી સપના પાછળ ભાગવાની ધગશનું પ્રતીક છે. તે આપણા બધા જ (હ્યુમાનિટી) માટે એ બાબતની યાદગીરી કે જીવનના પડકારોનો મુકાબલો આપણે સહિયારો કરવાનો છે !'' સો સ્વીટ.
