Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Kaushik Dave

Inspirational Children Stories

3  

Kaushik Dave

Inspirational Children Stories

એકતા

એકતા

2 mins
815


એક જંગલ હતું. આ જંગલમાં બે વાઘ રહેતા હતા. એક જુવાન અને બીજો વૃદ્ધ વાઘ. આ બંને વાઘને ઘણા સમય સુધી મિત્રતા રહી ... અને એક દિવસ કોઈ ગેરસમજ ના કારણે બંને વચ્ચેની મિત્રતા તુટી ગઈ. બંનેને એકબીજા સાથે બોલવાનો વ્યવહાર રહ્યો નહીં.


એક દિવસની વાત છે. વૃદ્ધ વાઘ જંગલમાં એકલો જતો હતો તે વખતે ૨૦ થી ૨૫ જંગલી ખુંખાર કૂતરાઓ આ વૃદ્ધ વાઘને ઘેરીને ફરી વળ્યા અને વૃદ્ધ વાઘને કરડવા અને હાની કરવા મંડ્યા. આ વાઘે બચવા બહુ પ્રયત્નો કર્યા પણ સામનો કરી શકતો નહોતો....એજ વખતે જુવાન વાઘ ત્યાંથી પસાર થતો હતો. તેણે તેના મિત્રને મુસીબતમાં જોયો. આ જોઈને જુવાન વાઘે જોરથી ત્રાડ પાડી જેથી થોડા કુતરા જતાં રહ્યાં. બાકીના કુતરાઓને જુવાન વાઘે સામનો કરીને ભગાડી દીધા અને વૃદ્ધ વાઘની જાન બચી ગઈ.


જુવાન વાઘ ત્યાંથી જતો રહેતો હતો તે વખતે બીજો એક વાઘ આવ્યો અને પૂછયું. તમે પેલા વાઘથી નારાજ હતા છતાં તેને કેમ બચાવ્યા. આ સાંભળીને જુવાન વાઘ બોલ્યો," સમાજમાં રહેલી કમજોરીનો ફાયદો કૂતરાઓ લે તે મને પસંદ નથી... અને એટલાં માટે એકતા હોવી જરૂરી છે. મતભેદ જરૂર છે..પણ તે પણ આપણો જ છે. સંગઠનમાં તાકાત છે.


મિત્રો આ ઉપરથી શીખવા મળે છે કે ... આપણે દેશની એકતા અને અખંડિતતા માટે આપણા મતભેદો ભૂલીને પણ દેશનું રક્ષણ કરવું. આપણો દેશ નબળો પડે તેવા કાર્યો કરવા નહીં.... ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓનો સામનો કરી રહેલા નવજવાનોને સપોર્ટ કરવો.. અને આતંકવાદીઓને નષ્ટ કરવાના. આપણી ચૂંટાયેલી સરકાર જે પગલાંઓ લે તે માટે સાથ અને સહકાર આપવો....

જય હિંદ..

વંદેમાતરમ્


Rate this content
Log in

More gujarati story from Kaushik Dave

Similar gujarati story from Inspirational