STORYMIRROR

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

એકલતા

એકલતા

1 min
19

લીના- પ્રકાશ હંમેશા સાથે જ હોય. જાણે સારસ બેલડી. કદીયે છૂટા ન પડે.

   પ્રકાશ હંમેશા લીનાને મદદરૂપ થવા શક્ય એટલો પ્રયાસ કરતો. નોકરી પર જતાં પહેલાં રસોઈમાં લીનાને મદદરૂપ થાય. પ્રકાશ નોકરી પર જાય એટલે લીના એક લાયબ્રેરીમાં માનદ્ સેવા આપવા જાય.

   પ્રકાશ રીટાયર્ડ થતાં જ ઘરમાં બેસવાને બદલે ફરવાના શોખીન આ કપલે ભારતમાં જોવા લાયક સ્થળોની યાદી બનાવી ફરવા માંડ્યું. મિત્રો અને સંબંધીઓ કહેતા, જિંદગી જીવતા આમની પાસે શીખો.

   મસ્તીથી જિંદગી માણી રહેલા લીના- પ્રકાશની જાણે કુદરતને ઈર્ષા આવી હોય એમ એક દિવસ અચાનક પ્રકાશના શ્વાસ થંભી ગયા. લીના એકલી પડી ગઈ.

    થોડો સમય પછી એકલતામાંથી બહાર આવવા લીના એમના બંનેની માનીતી જગ્યા પાનસની ટેકરી પર આવી.

     પ્રકાશને યાદ કરી મનોમન પ્રકાશને પૂછી રહી," કેમ, જીવીશ ‌હું? એકલી રહી જ નથી સંત તમારો સાથ યાદ આવે છે. આ એકલતા નથી સહેવાતી. અજાણી ભોમકામાં જવાની એવી તે શું ઉતાવળ કે મને આમ એકલી છોડી ગયા? હું તો અશ્રુ વહાવી તમને યાદ કરું ત્યારે તમારી એકલતાની યાદ આવે કે તમે પણ મારા વિના એકલાં જ ને ?'


Rate this content
Log in