Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક સ્ત્રીની મનોવેદના

એક સ્ત્રીની મનોવેદના

4 mins
408


આજે આરતી સવારથીજ બેચેન હતી કારણકે આરતી અને અચલને છુટાછેડા લીધે આજે પાંચ વર્ષ થયા હતા.

આરતીની આંખો સામે ચલચિત્રની જેમ બધું તરવરતુ હતું. અને એ હદયદ્રાવક ઘટનાઓની યાદથી આંખમાંથી આંસુ નિકળી ગયા અને એ ખોવાઈ ગઈ એ યાદોમાં.


આજે કોલેજનો પ્રથમ દિવસ હતો એ સ્કુટી પાર્ક કરી નિકળી અને કોલેજના તોફાની છોકરાઓ એ ઘેરી લીધી. એ ગભરાઈ ગઈ કપાળ પર પરસેવાના બુંદો તરવરવા લાગ્યા. ત્યાંજ અચાનક અચલ આવ્યો અને ટોળાંમાંથી આરતીનો હાથ પકડી કોલેજમાં લઈ ગયો. આરતી એટલી ગભરાઈ ગઈ હતી કે એ આભાર પણ ના માની શકી.


બીજા દિવસે આરતીએ અચલને જોઈ આભાર માન્યો અને પછી એમની મુલાકાતનો સિલસિલો ચાલુ થયો. આરતીના ઘરમાં ખબર પડી તો એના મમ્મી, પપ્પા એ સમજાવ્યું કે તું અચલને છોડી દે એ તારા રૂપિયા અને સુંદરતાના લીધે જ તને ફસાવી છે તું સમજ. એ એક ગુંડો છે, આપણી નાતમાંથી કોઈ સારો છોકરો મળી જશે તું સુખી થઈશ. પણ આરતીની આંખો પર પ્રેમની પટ્ટી જો હતી.


આરતીએ ઘરમાંથી દાગીના અને રૂપિયા લઈને ભાગીને અચલ સાથે લગ્ન કર્યા. લગ્નની પહેલી રાત્રે જ અચલ ખુબ દારુ પીને આવ્યો અને એક વહેસી દરિદાની જેમ આરતી ઉપર ટુટી પડ્યો. આમ અચલ કોઈ નોકરી કરે નહીં અને એક નાની ઓરડીમાં આરતીની જિંદગી નર્કથી પણ બદતર બની ગઈ. આરતી રડતી. હવે જ મમ્મી પપ્પાની વાતો યાદ આવતી. અચલ રોજ આરતીને મારતો અને રૂપિયા, દાગીના બધું જ સાફ કરી નાખ્યું. આરતી આજુબાજુના નાના છોકરાઓને ભણાવી થોડું કમાતી પણ અચલ છીનવી લઈ જતો. એક દિવસ અચલ એના ભાઈબંધને લઈ આવ્યો અને આરતીને નિર્વસ્ત્ર થવા કહ્યું અને આરતીનું સ્વમાન અને સ્ત્રીશક્તિ જાગૃત થઈ એણે વિરોધ કર્યો. તો અચલે હાથ ઉપાડ્યો સામે આરતી એ આજે હાથ ઉપાડી વિરોધ નોંધાવ્યો.

અને એ ઝુંપડપટ્ટીમાં આવતા એક સમાજ સેવિકા દ્વારા અચલ જોડેથી છુટકારો મેળવ્યો અને લેડીઝ હોસ્ટેલમાં રહીને એ સમાજ સેવિકાની ઓળખાણથી એક કંપનીમાં નોકરીએ લાગી અને પછી એક નાનો ફ્લેટ લીધો અને શાંતિથી જીવવા લાગી.


પણ એક દિવસ એની જ ઓફિસમાં નવા મેનેજર તરીકે અચલ આવ્યો અને આરતીને કેબિનમાં બોલાવી. થોડીવાર કેબિનમાં ચુપકીદી છવાઈ ગઈ.

'આરતી હું તારી માફીને લાયક નથી. પણ તારા ગયા પછી હું દારૂ પીને પડ્યો હતો રસ્તામાં એક સજ્જન ગાડી લઈને જતા હતા એમણે મને ડ્રાઈવરની મદદથી ગાડીમાં સુવાડી ઘરે લઈ ગયા અને મારા ગોડફાધર બની મારી જિંદગી સુધારી મને માણસ બનાવ્યો અને આ કંપનીમાં મુક્યો. આરતી મને તારી જરૂર છે તું પાછી આવ મારી જિંદગીમાં હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.


આ સાંભળી આરતી કેબિનમાં થી બહાર નીકળી અને પોતાના ટેબલ પર બેસીને કાગળ લખવા લાગી

પત્ર...

'કોઈ સંબોધનની જરૂર નથી. તારાથી જુદા પડ્યા પછી.દાચ ખોવાઈ ગઈ હું બહુ શોધી ખુદને પછી માંડ જાતને સંભાળી છે. કદાચ શરૂઆત ખરાબ થઈ હતી. અલગ થવાનું નક્કી જ હતું. પણ એ નહોતી ખબર કે ખોઈ બેસીસ હું ખુદને. તારા પ્રેમમાં પડવાની સજાથી. કૈક બદલાયું ને આપણે બદલાયા. ને આપડો સંબંધો પણ બદલાયા ને. હવે આપડે પહેલાની જેમ વાત નથી કરી સકતા, કે કરી શકવાના. કોઈ ફરિયાદ નથી કરતી હું તને. અને કરી પણ ના સકું. વાંક મારો જ હતો જો તારા પ્રેમમાં પડી મેં ભૂલ કરી મારો પરિવાર ગુમાવ્યો. તેં શું ગુમાવ્યું ? તારુ તો કંઈ હતું જ નહીં. આપણું પ્રારબ્ધજ એ નહોતું કે આપણે સાથે હોઈએ.. અને જો આજે એજ થયું. એક સ્ત્રી ની મનોવેદના તને નહીં સમજાય કારણ કે તું પુરુષ છે મેં તો મારું સર્વસ્વ ગુમાવ્યું. મારી સાચી ભાવનાઓ તે કચડી નાખી અને એ ફરી જીવંત થાય એમ નથી.


જયારે જ્યારે હું ખોવાઈ જાઉં છું. ત્યારે ત્યારે ખુદને શોધું છું. ખબર છે તારી સાથેનો સમયગાળો મારા માટે એક દુર્ઘટના છે જ્યાં હું કોઈ દિવસ હવે ફરી નહિ ખોવાઉ. એટલો તો મને તારાથી નફરત છે. પણ મને વિશ્વાસ છે કે જયારે હું ખોવાઈ હતી એવી હવે ખોવાઈશ નહીં એ ભયાનક યાદો ભુલી શકીશ નહીં. હું શોધુ છું ખુદને શબ્દોમાં.. તારા બનાવટી પ્રેમની વાતોને. તારા બનાવટી બધાજ શબ્દો, જેના અર્થમાં ફક્ત હું જ રહેલી છું એવા ભ્રમમાં. પણ આજે બધું સમજી ગઈ છું. કદાચ તારા શબ્દો, તારો દંભી ચેહરો એજ મારો સહારો હતો. મેં એ સહારો જ ઠુકરાવ્યો કારણ તું એને લાયક જ ન હતો. કદાચ એજ આ સજા છે, કે હું ખોઈ બેઠી ખુદને. હું આજાણ હતી કે તું કોઈનો ન હતો તું તારી બદીયોનો જ સગો હતો. હું અંદરથી તૂટી ગઈ છું. પણ મને મેં સાચવીને રાખી છે. સ્ત્રી તત્વની કમી મારામાં પણ હતી અને એટલે જ તારી તરફ આકર્ષિત થઈ જે તું લાયક ના બની શકયો. દગો અને મારો ઉપયોગ કરી મધ દરિયે રઝળાવી. મારી સાચી ભાવનાઓને લોહીલુહાણ કરી તે એને રુઝ જીવનભર નહીં આવે. એ તું પણ જાણે છે અને હું પણ જાણું છું. મજબુર છું હવે હું મારા સ્ત્રીત્વનું અપમાન નહીં થવા દઉં. તેં મને ક્યારેય કોઈ પણ વસ્તુ સમજાવાનો સમયજ ના આપ્યો. તારી આદતોમાં કોઈ સુધારો ના આવ્યો પણ કદાચ હું ખુદ જ નથી રહી હવે.


કૈક અધૂરું છે આજે પણ મારામાં. જેને હું ક્યારેય પૂરું નથી કરી શકવાની. અને દરેક પળે મને યાદ આવે છે, તારા એ દંભી શબ્દો. જીવનનું પૂર્ણવિરામ હોય છે પ્રેમનું ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું, પણ એક દિવસ એ પણ હાંસિયામાં ધકેલાઈ જાય છે. મારા જેવી સ્ત્રીને હવે જ્ઞાન મળ્યું છે. મને તારો ઓછાયો પણ ના જોઈએ. આ સાથે મારુ નોકરીનું રાજીનામું પણ છે. મને ફરી મળવાની કોશિશ ના કરીશ. સ્ત્રીને પણ સન્માન અને સ્વાભિમાન હોય છે.


Rate this content
Log in