એક દીકરીની કહાની
એક દીકરીની કહાની


ગુજરાત રાજ્ય શિક્ષણમાં ખૂબ અગ્રેસર છે. તેમાં પણ ખેડા જિલ્લો ચરોતર વીસતાર ખૂબ આગળ પડતો છે. જિલ્લાના કપડવજ તાલુકાની એક અંતરિયાળ ગામડામાં મુલાકાત લેવા જવાનું થયું હું પ્રજ્ઞાવર્ગની મુલાકાત માટે ગયો હતો. ધોરણ-૧ -૨ના બાળકો ભેગા બેસી ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા હતા. હું તેમની સાથે નીચે બેસી માર્ગદર્શન કરતો હતો. મારી બાજુમાં બેઠેલી એક દીકરીનું નામ લક્ષ્મી હતું તેને પાસે બોલાવી અને ધીમેથી પૂછ્યું, 'શું કરે છે તારા મમ્મી પપ્પા ?' તે બાળકીની આદાન પ્રદાન માટે સહજતાથી પૂછ્યું.
બાળકી રોવા લાગી શિક્ષકને પૂછતાં ખબર પડી કે બાળકના પપ્પા હમણાંજ ગુજરી ગયા છે. તેને સાત ભાઈ-બહેન છે. તેની મમ્મી બીમાર છે. દરરોજ બાળકોને સાચવવા માટે વારાફરતી ભાઈ બહેન ઘરે રહે છે. શાળામાં અનિયમિત આવે છે. રોજ ૩૦૦ રૂપિયાની દવાની જરૂર પડે છે. મજૂરી કરવા માટે પણ જવું પડે છે. આવા સમયે રેશન ધારકો સમયસર રેશન આપતા નથી દવાની દુકાને દવાઓ પણ મોંઘી મળી છે શિષ્યવૃતિના પૈસા બેંકમાં ઉપાડવા જાય તો ત્રણથી ચાર ધક્કા ખવડાવે છે. આવા બાળકોને જ્યારે શાળામાં લાવી ભણાવવાનું કામ કરતા શિક્ષકોને સલામ કરવાનું મન થાય.
આવા બાળકો પોતાની ખુમારીથી ભણે છે, તેવા બાળકોને પણ સલામ કરવાનું મન થાય ધન્ય છે ઘરાને કેવી ખુમારીથી અભ્યાસ કરી રહેલા છે. સરકારે શિક્ષણની સાથે શિક્ષકો અને બાળકોની પણ ચિંતા કરવાની જરૂર છે. સમાજે પણ તેની નોંધ લેવાની જરૂર છે સમાજ શિક્ષકનું સન્માન કરશે ત્યારે શિક્ષક સો ટકા બાળકોનું સનમાન કરશે. અત્યારે ભારતનું ભાવિ ઘડાઈ રહ્યું છે ત્યારે સજ્જનોએ પણ ખૂબ રસ લઇ આગળ આવવાની જરૂર છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમને નિષ્ક્રિય રહેવાના બદલે સક્રિય થઇ કામે લાગવું જોઈએ. શિક્ષણની ચિંતા કરવી શાળામાં જરૂરી મદદ પણ કરવી જોઈએ. સજજનોની નિષ્ક્રિયતા ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરી નજાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. દરેકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી આગળ આવવાની તાતી જરૂર છે. ફરી બાળકીને યાદ કરીએ અને બારમાં સુઘીનુ શિક્ષણ પુરુ થાય તેવી આશા સાથે નમસ્કાર.