Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એ ચકરડું

એ ચકરડું

1 min
273


અજય સોફામાં મોબાઈલ પછાડી બોલ્યો, 'યાર આ નેટવર્કને લીધે ચકરડા જ ફરે છે જે જોવું હોય એ જોવા નથી મળતું.'

આ સાંભળીને પ્રિયા બોલી, 'તો મોબાઈલ વાપરવાનો બંધ કરી દે.'

અજય : "એમ મોબાઈલની માયાજાળ નથી મુકાતી. તું સાક્ષી છે મેં વારાફરથી બધીજ કંપનીના અનુભવ કર્યા પણ બધીજ કંપનીની મિલીભગત છે. રૂપિયા અઢળક લે છે પણ નેટવર્ક સરખું આપતાં જ નથી. મારાં જેવાં કેટલાંક એ ચકરડું ફરતું જોઈ રેહતા હશે અત્યારે તો કંપનીનાં ઘણા ખરા કામકાજ મોબાઈલથી જ થાય છે પણ તોબા આ ચકરડાથી. મોબાઈલ વગર માણસ લાચાર થઈ જાય છે."

આમ બબડાટ કરતો અજય મોબાઈલને ખિસ્સામાં મૂકીને ઓફિસ જવા નીકળ્યો..


Rate this content
Log in