Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

દ્રષ્ટિ

દ્રષ્ટિ

1 min
7.1K


"આઈ હેવ ફોલન ઈન લવ વિથ યુ. લવ એટ ફસ્ટ સાઈટ." કોફીશોપનાં ટેબલ પર બેઠેલ યુવતીનાં પગ તરફ ગોઠણ પર એ બેસી રહ્યો.

"પણ તમારા લવ એટ ફસ્ટ 'સાઈટ'ને નિહાળવાની દ્રષ્ટિ જ મારી પાસે નથી." પોતાના કાળાં ચશ્માંને વ્યવસ્થિત કરતાં યુવતી એ નિઃસાસો નાખ્યો.

"ઓહ, આમ સૉરી.." કહેતો એ ત્યાંથી ભાગી નીકળ્યો. કાળાં ચશ્માં ઉતારી સ્વસ્થ દ્રષ્ટિથી ભાગી જતા યુવકને જોતી એ હસી રહી.

"દ્રષ્ટિ તો ખરી મારી પાસે બધું નિહાળવા માટેની પણ ને પ્રેમને પારખવાની પણ !"


Rate this content
Log in