Margi Patel

Others

3  

Margi Patel

Others

દોસ્તીમેં પ્યાર

દોસ્તીમેં પ્યાર

4 mins
165


માલિની અને વિરાટ અને અનુષ્કા ત્રણે એક જ કોલૅજમાં હતાં. અનુષ્કા ને હંમેશા થી એકટિંગનો ખુબ જ શોખ હતો. અનુષ્કાને તેનું કરિયર પણ એકટિંગમાં જ આગળ વધારવું હતું. બીજી બાજી માલિની પણ હોશિયાર હતી. માલિનીનું પહેલેથી ડૉક્ટર બનવાનું જ સ્વપ્ન રહ્યું છે. અને માલિની ડૉક્ટર બનાવા માટે ખુબ જ મહેનત કરી રહી હતી. અને અહીં સ્માર્ટ, હૅન્ડસમ બોય વિરાટ હંમેશા થી ક્રિકેટ પ્રેમી રહ્યો છે. વિરાટનું બસ એક જ સ્વપ્ન કે એકવાર ઈન્ડિયા માટે રમવું છે. તેના માટે વિરાટ જાન લગાવી ને મહેનત કરતો.

માલિની, અનુષ્કા અને વિરાટ હંમેશા સાથે જ હોય. કહેવા માટે તો બધાંએ ડૉક્ટરીમાં એડમિશન કારવ્યું હતું. પણ માલિની સિવાય બધાંના સપના તો કંઈક અલગ જ હતાં. ડૉક્ટરી કરતાં સપના પાછળ મહેનત વધારે કરતાં હતાં.

ભણતા ભણતા કોલૅજના 3 વર્ષ પુરા થવા આવ્યા હતાં. વિરાટ અને માલિની બન્ને ખુબ જ એક સાથે રહે. મસ્તી કરે. જમવાનું પણ સાથે જ હોય. કોલૅજમાં બધાં જ માલિનીને વિરાટની બેટરહાફ જ કહેતા. પણ વિરાટ આ વાત ને જુટલાવી દેતો. અનુષ્કા પણ મન મોજીલી. તેના મનમાં હોય એજ તેના ચહેરો ઉપર હોય.

3 વર્ષ પુરા થયાં. અને હવે અનુષ્કા, વિરાટ અને માલિની ને મળવાનું ઘણું ઓછું થઈ ગયું હતું. ત્રણે લગ્નની ઉમરના હતાં તો હવે તો ઘરમાં પણ બધાં લગ્ન કરાવવાની વાતો કરતાં હતાં. બસ આવા જ સંજોગોમાં માલિની અને અનુષ્કા ને પોતાના દિલની વાતનો અનુભવ થયો. માલિની તો પહેલે થી વિરાટ ને પ્રેમ કરતી જ હતી. પણ, અનુષ્કા પણ વિરાટ ને પ્રેમ કરવા લાગી. અને બીજી બાજુ વિરાટ આ બધી ફીલિંગ થી ઉપર એતો એની જ દુનિયામાં મસ્ત રહેતો.

અનુષ્કા અને માલિની એ એકબીજા ને મેસેજ કરી ને પોત પોતાના મનની વાત એક સાથે જ, એક સમયે જ મેસેજ સેન્ડ કર્યો. બન્ને એકબીજા ના મેસેજ વાંચીને દંગ થઈ ગયાં. પહેલા તો બંન્ને વચ્ચે વિરાટ ને લઈને ખુબ જ બહેસ થઈ. અને આખરે બન્ને એક નિર્ણય ઉપર પહોંચ્યા કે, આપણે આપણા બન્ને ની કિસ્મત વિરાટના હાથમાં છોડીયે. માલિની અને અનુષ્કા બન્ને એ વિરાટ સામે પોતાના મનની વાત મૂકી. વિરાટ ના મનમાં પહેલેથી અનુષ્કા હતી. પણ એ માલિનીને પણ પસંદ કરતો હતો. વિરાટ ને બંન્ને માંથી કોઈના જોડે પણ લગ્ન કરવામાં પ્રોબ્લેમ નહોતો.

આ વાત વિરાટના ઘરમાં બધાને ખબર પડી. ઘરના વડીલોએ એક ફેસલો લીધો. અને અનુષ્કા, માલિની ને બોલાવ્યા. બંનેના સામે 2 ચિઠ્ઠી મૂકી હતી. વડીલે એક એક ચિઠ્ઠી ઉઠવાનું કહ્યું. અનુષ્કા અને માલિની એ ટેબલ ઉપર મુકેલી ચિઠ્ઠી ઉઠાવી. અનુષ્કાની ચિઠ્ઠીમાં હાર લખેલુ હતું. અને માલિનીની ચિઠ્ઠીમાં જીત લખેલુ હતું. આ દેખીને ઘરના મોભી વિરાટના દાદા એ કહ્યું કે, " 5 દિવસ પછી વિરાટની ક્રિકેટ મેચ છે. જો વિરાટની ટીમ જીતી ગઈ તો વિરાટ ના લગ્ન માલિની સાથે થશે. અને હારી ગઈ તો અનુષ્કા સાથે. પણ ત્યાં સુધી તમારા બન્ને માંથી કોઈ જ વિરાટ ને મળશે નહીં. " અનુષ્કા અને માલિની શરત માની ને ઘરે જતા રહ્યાં. માલની તો ખુશ હતી. પણ અનુષ્કા થોડી બેચેન હતી. કે વિરાટ જીતી જશે તો ?

આજે વિરાટની મેચ છે. અનુષ્કા, માલિની અને વિરાટના ઘરના સભ્યો મેચ દેખવા આવ્યા હતાં. વિરાટની ટીમનો દાવ શરૂ થયો. વિરાટ જયારે જયારે સિક્સ કે સારા એવા રન લે ત્યારે અનુષ્કા નો ચહેરા પણ ના રંગ ઊડી જાય. અને વિરાટ જયારે વધારે ખુશ થાય કે દુઃખી વિરાટની પહેલી નજર અનુષ્કા પર જ પડતી. આ માલિનીએ ઘણી વખત તેની નજર માં આવ્યું. વિરાટની ટીમ ને 1 બોલ માં 4 રન જોઈએ છે. માલિની ભગવાન ને વિરાટના જીતવા માટે ની પ્રાર્થના કરે છે. તો બીજી બાજુમાં અનુષ્કા વિરાટ ના હારવાની. માલિની આ દેખી ને તેના મનનાં હજારો પ્રશ્ન ઉદ્દભવે છે. અને એક નિર્ણય લે છે.

મેચમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ હતું. અને એવામાં માલિની બધાને બહાર લઈ જાય છે. અને કહે છે, " મારા માટે વિરાટ ખુબ જ મહત્વ છે. પણ વિરાટ માટે આ મેચ તેનું સપનું હતું. હું નહીં ઈચ્છતી કે મેચ જીત્યા પછી પણ તેના મનમાં મારા જોડે લગ્ન કર્યાં પછી પછતાય. અને મારા માટે વિરાટની ખુશી વધારે મહત્વ છે. તેના સાથે લગ્ન કરવાનું નહીં. વિરાટ ખુશ રહેશે એમાં હું પણ ખુશ છું. મેચનું પરિણામ જે પણ આવે. વિરાટ ને ખબર ના પડવી જોઈએ કે કોની ચિઠ્ઠી માં શું હતું. વિરાટ ના ખુશી ખુશી લગ્ન અનુષ્કા સાથે જ કરાવવા જોઈએ. " માલિની આટલું કહીને મેચ દેખ્યાં વગર જ જતી રહે છે.

બધા પાછા આવીને પોતાની જગ્યા ઉપર બેસી જાય છે. વિરાટ પણ ટેન્શનમાં હતો. તેનું સપનું પૂરું થઈ રહ્યું હતું. વિરાટે એક બોલ માં 4 રન ની જગ્યાએ સિક્સ મારીને ટ્રોફી પોતાના નામે કરી લીધી.

ઘરે આવ્યા પછી વિરાટ અનુષ્કા સામે દેખીને પૂછે છે કે, " હવે તો મને કહો મારા લગ્ન કોના સાથે થવાના છે ? અને માલિની ક્યાં છે ? " બધાંના મનમાં વિરાટ ના જીતવની ખુશી તો ભરપૂર હતી. પણ સાથે ને સાથે માલિનીના જતી રહેવાનું દુઃખ પણ. વડીલો ના આશીર્વાદ થી અનુષ્કા અને વિરાટના લગ્ન થઈ ગયાં. અને ભગવાનની કૃપા થી માલિની પણ ખુબ જ સારી એવી બિઝનેસવુમન બની ગઈ છે. આજે અનુષ્કા અને વિરાટ બન્ને એકબીજા સાથે ખુશ છે. અને માલિની અનુષ્કા, વિરાટ ને તેની જૂની યાદો સાથે ખુશ છે.


Rate this content
Log in