Mariyam Dhupli

3  

Mariyam Dhupli

ધર્મનો માર્ગ

ધર્મનો માર્ગ

2 mins
15K


ધર્મ : "અહિંસા પરમ ધર્મ "

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "આપવામાં જે આનંદ પ્રાપ્ત થાય તે મેળવવામાં નહીં."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "સત્યનો જ સાથ આપવો, અસત્ય કેટલું પણ લોભામણું કેમ ન હોય!"

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "અન્યની કમીઓ શોધવા પહેલા પોતાની કમીઓનો સ્વીકાર કરવો. સંપૂર્ણતા એક ભ્રમણા."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "જે અન્યની પીડા સમજે એજ સાચો માનવી."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "લોભ, લાલચ વિનાશનું મૂળ."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "અહંકાર વ્યક્તિના મનને આંધળું કરી મૂકે છે."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "માનવી જન્મથી નહીં કર્મથી ઊંચો ઉઠે છે."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "સંતોષમાંજ સાચું સુખ."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "દરેક જીવ પ્રત્યે દયા ભાવ સેવવી."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "સુંદરતા તન થી નહીં મનથી પારખવી."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "આંખો સામે થતા અન્યાય સામે મૌન સેવનાર પણ અન્યાયી જ."

માનવી : ( આંખ આડા કાન )

ધર્મ : "સંપત્તિની વહેંચણી અંગેની ધાર્મિક પ્રક્રિયા ......."

માનવી : ( આખી પ્રક્રિયા ધ્યાનથી સમજી, મનમાં; ' કાયદાકીય પ્રક્રિયા કરતા ધાર્મિક પ્રક્રિયા દ્વારા વધુ હાથ લાગશે !' )

" હું ધર્મનો જ માર્ગ લઈશ ......"


Rate this content
Log in