ધર્મ ધટામ
ધર્મ ધટામ
ધટામ - ચાંદ ની તુફાની સફર
લેખક: કલ્પેશ પટેલ
રાતના ૧૨ વાગ્યા. શાંત પવન અને ઝાકળ ભીની રાત્રિ. ઉર્જિત, એક ૧૧ વર્ષનો જિજ્ઞાસુ બાળક, પથારી માં પડ્યો પડ્યો બારીમાંથી ચાંદને જોઈ રહ્યો હતો. તે પણ ચાંદ જેવો શુદ્ધ, શાંત અને અજાણ્યા ને જાણવાની ખેવના વાળો.
ચાંદ ની ચાંદની ના મોહ માં તેણે વિચાર આવ્યો જો હું પણ "એકવાર ચાંદ પર જઈ શકું તો!"
ઉર્જિતે મનમાં વિચાર્યું.
અને પછી તો શું? કલ્પનાની ગતિવાળું એનું કાર્ડબોર્ડ રૉકેટ તૈયાર થઈ તેની સસમે ખડું થઈ ગયું. તે તેની મિકી. બિલાડીની સાથે વિમાનમાં બેસી ગયો. કોમ્પ્યુટર ના ડિજિટલ અવાજમાં કાઉન્ટ ડાઉન ગણતરી શરૂ થઈ...
"3... 2... 1... ટેક ઓફ!"
એમ કંઈ વધુ વિચારે તે પહેલા તો તોફાની ઝડપથી રૉકેટ ચાંદ તરફ દોડી ગયું.
ચાંદની સપાટી પર લાંડિંગ થતાં તેમણે એક નાનકડું, લ્યુમિનસ (ચમકતું) ગામ જોયું, જ્યાં ચાંદલોકી નામનું સૌમ્ય જીવ હતું —
લુનો. લુનો સાથે તેમણે ફરવાનું, વાતો કરવી અને ઊંચે ઊંચે ઉડતી ઝૂલાઓ પર રમવાનું નમ્ર અને અલૌકિક અનુભવ કર્યો.
પરંતુ રોકેટ કેપ્સુલ નો કોલ આવ્યો, સત્વરે સમય પાછા ફરવાનો.
આમ ઉર્જિત અને મિકિ વિલાયેલા મો એ.પાછા રોકેટ માં બેસી પરત આવવા પ્રયાણ કર્યું. રોકેટ હવે ડાચકા ખાતું પૃથ્વી તરફ દોડી રહ્યું હતું.
અચાનક...
📡 રોકેટ માં પાવર બ્રેક ડાઉન થયું અને "... કષ્ટ... ટાવર... સં....ક તૂટી..ગયો ." 📶
સંપર્ક તૂટી ગયો.
અને નીચે દરિયો હતો. રૉકેટ હવે નિયંત્રણ બહાર હતું. ઉર્જિતે મિકી ને કસીને પકડી ને અને આંખો મીંચી લીધી...
💥 ધટામ!
જેમજ ઉર્જિતે આંખ ખોલી — એ પલંગની બાજુમાં પડી ગયો હતો!
પસીનાથી લાતબથ , હાથની ટોર્ચ.ક્યાંય દૂર ફાંગોલાયેલી , પણ બાજુમાં તેની બિલાડી મિકી સલામત હતી .
નીચે પડ્યા પડ્યા બારીમાંથી ચાંદ હજુ પણ ઝળકતો દેખાઈ રહ્યો હતો.
ત્યાં મિકી એ. મ્યાઉં કર્યું...
હસતાં હસતાં તેણે મિકીને કહ્યું:
ધટામ..
"આ આપણી સુપરસોનિક ચાંદ યાત્રા હતી —
થોડી કલ્પિત, થોડી અસલ, પણ સંપૂર્ણ રોચક અને યાદગાર અને તોફાની !"
---
અંત 🌙✨
