PRAVIN MAKWANA

Children Stories Inspirational

3  

PRAVIN MAKWANA

Children Stories Inspirational

દેશપ્રેમ

દેશપ્રેમ

1 min
178


આજે સ્વામી વિવેકાનંદની એક વાત યાદ આવે છે. એ જ્યારે અમેરિકા ગયેલા ત્યાં એમણે થોડાક સફરજન ખરીદેલા. એક જગ્યાએ બેન્ચ ઉપર બેસીને એમણે એ સફરજનને એક બટકું ભર્યું અને કહ્યું કે અમેરિકામાં સફજન સારા નથી મળતાં. એમની આ વાત ત્યાં રમી રહેલા એક નાના છોકરાએ સાંભળી અને એ તરત દોડીને બીજા સફરજન લઈ આવ્યો. એ બાળક સ્વામી વિવેકાનંદની સામે જઈ ઊભો રહ્યો અને એની ફળ ભરેલી ટોકરી એમની તરફ લંબાવી કહ્યું, “માફ કરશો શ્રીમાન કદાચ તમે જે ખરીદ્યા એ સફરજન સારા નહીં હોય. તમે આ ટોકરીમાંથી કોઈ પણ ફળ ઉઠાવીને ચાખી જુઓ એ તમને પસંદ ના આવે તો કહો."સ્વામીજી પ્રસન્નતાથી એ નાનકડા છોકરાને જોઈ રહ્યા અને એમણે એની પાસેથી એક ફળ લઈ બટકું ભર્યું, એ ખરેખર ખૂબ મીઠું હતું. એમણે એ છોકરાનો આભાર માન્યો અને કહ્યું કે આ સરસ, મીઠું ફળ છે ત્યારે જતાં જતાં એ છોકરાએ કહ્યું, “તમારા દેશમાં જઈને કોઈને એમ ન કહેતા કે અમેરિકામાં સારા સફરજન નથી મળતાં."


Rate this content
Log in