STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ડરપોક ખિસકોલી

ડરપોક ખિસકોલી

1 min
14.3K


પોતાની બાલ્કનીમાંથી એ સામેના ઝાડ પરની ખિસકોલીને વિસ્મયથી જોઈ રહી. ઝાડ પરથી ઉતરી રસ્તા પર આવવા પ્રયત્ન કર્યો કે એક મોટા ટ્રકના પ્રચંડ અવાજથી ડરીને ફરી ઝાડ પર લપાઈ ગઈ.

નાનકડી સ્નેહલ ખડખડાટ હસીને બોલી. "ડરપોક ખિસકોલી" એજ સમયે મમ્મી અને પપ્પા વચ્ચેની બોલાચાલી ઉગ્ર થઈ અને અવાજ એના ઓરડા સુધી સંભળાવા લાગ્યો.

રોજની જેમ એ ડરીને પલંગની નીચે લપાઈને છુપાય ગઈ. બિલકુલ પેલી ડરપોક ખિસકોલીની જેમજ!


Rate this content
Log in