દાદીની મનપસંદ વાર્તા
દાદીની મનપસંદ વાર્તા


દાદી એટલે જ વાર્તા નો ખજાનો. મારા દાદી વારંવાર જે વાર્તા કરતા એ મને હજુ પણ યાદ છે.
એક રાજાની વાત હતી, એ બહુ જ લોભી હતો. એને ભગવાન પાસે વરદાન માગ્યું કે હું જે ચીજ ને અડકુ એ સોનું થઈ જાય. ભગવાને તથાસ્તુ કહ્યું. રાજા ખૂબ ખુશ થઈ ગયો. એતો મહેલ ની દરેક ચીજ વસ્તુઓ ને અડવા લાગ્યો. તેમ તેમ દરેક વસ્તુ સોનાની બનતી ગઈ. રાજા ખૂબ ખુશ થઈ ગયો. એતો મહેલની બહાર નીકળી ને દિવાલોને, મહેલના છાપરાના નળિયાં ને અડ્યો તો એ પણ સોના ના થઈ ગયા. રાજા ખૂબ ખુશ થઈ ગયો. જમવા બેઠો તો થાળી વાટકા ચમચી બધુ જ સોનાનું થઈ ગયું. રાજા તો બહુ ખુશ થઈ ગયો. પરંતુ એ જયારે જમવા બેઠો ત્યારે હાથમા લીધેલો કોળિયો પણ સોના નો થઈ ગયો. રાજા ને તો બહુ ભૂખ લાગી હતી. એ રડવા લાગ્યો. એનો અવાજ સાંભળી ને એની દિકરી પિતા ને વળગી પડી. દિકરી પણ સોનાની થઈ ગઈ. રાજા તો ખૂબ રડવા લાગ્યો. એને તો ભગવાને કહ્યું કે મારે પૈસા નથી જોઈતા કે નથી જોઈતું સોનુ. મારે મારી દિકરી જોઈએ છે. ભગવાને ને તથાસ્તુ કહ્યુ. રાજા ની દિકરી પહેલા જેવી થઇ ગઈ. રાજા હવે જમી શકે છે. શાંતિ થી રાજ કરે છે.
દાદીમા કહેતા જિંદગી મા કયારેય લોભ કરવો નહિ
લોભ ના કરે એ હંમેશા સુખી રહે.