ચમચી
ચમચી


એક જ શબ્દ સાંભળીને અગાથાના કાન ચમકી ગયા. “ઓ ભાઈ ! ચમચી લાવતો.” ટેબલ નંબર ચાર પર બેઠેલી એક સ્ત્રીએ હોટલમાં કામ કરનાર વ્યક્તિને બુમ પાડી હતી. આ આવાજ સાંભળીને નતાશાના કાન ઊંચા થઇ ગયા.એ બાજુના ટેબલ પર બેઠી હતી.
નતાશાના કાન ચમકવાનાં બે કારણ હતાં, એક તો એ કે તે આઈસ્ક્રીમ લઈને બેઠી હતી પણ એ ખવરાવી શકે એ પણ ચમચીથી એવો કાનન હજી આવ્યો ન હતો. ત્રણવાર ફોન કર્યો તો લાસ્ટ માં એમ બોલ્યો કે બેસને ચમચી : ટ્રાફિકમાં છું હમણાં આવું છું ! એવા જ સમયે બાજુના ટેબલ વાળી અગાથાએ પણ ચમચી મંગાવી.
આમ જોવા જીએ તો નતાશા સોનાની ચમચી મોં માં લઈને જન્મી હતી, એના પ્રિય કાનનના શબ્દો કરતાં અગાથા શબ્દો વધારે આકરા લાગ્યા હતા.
અગાથાને અને નતાશા ગ્રેજ્યુએટ સુધી સાથે જ અભ્યાસ કર્યો હતો. જયારે પણ કોઈ વાત બંને વચ્ચે બની જતી તો અગાથા એને “ ચમચી” કહીને બોલાવતી.