ચિત્રકામ
ચિત્રકામ
વિમળાને ચિત્રકામનો ખૂબ જ શોખ. ગરીબાઈને કારણે ચિત્રકામ માટે જોઈતી સામગ્રી લાવવાના પૈસા ન મળે. વિમળા ધૂળમાં આંગળીથી જાત જાતના ચિત્ર દોરે.
એક વખત શાળામાં રંગકામ કરવા રંગારા આવ્યા. વિમળાએ એમને વિનંતી કરી નકામા રંગ આપવા. થોડો ઘણો વધેલો રંગ આપી દીધો એ લઈને ઘરે આવી વિમળાએ ઘરમાંથી દાતણ લઈ છૂંદીને પીંછી બનાવી,ઘરના બારણાની બાજુમાં ભીંત પર ફૂલ,પાન વાળી વેલ દોરી. માવતર જોઈને હરખી ઉઠ્યા. શાળાના આચાર્ય ત્યાંથી પસાર થતા, વિમળાને ચિત્રકામ કરતી જોઈ બીજે દિવસે પોતાની ઓફિસની દિવાલ પર ચિત્રકામ કરાવ્યું. અદભૂત. આમ ધીમે ધીમે એ આગળ વધતી ગઈ.
શાળાના ટ્રસ્ટીના ધ્યાનમાં આ વાત આવતા એને પ્રોત્સાહિત કરી ખૂબ ચિત્રો દોરાવી પ્રદર્શન ગોઠવ્યું. ત્યાં આવેલા યુવક મિત્રને ચિત્રો પસંદ આવ્યા. વિમળા સાથેદોસ્તી થઈ. મિત કલાની કદર કરનારો,વિમળાને સહકાર આપ્યો. વિમળાએ આદીવાસી કળા વારલી કળા ને જીવંત રાખવા, આદીવાસી છાત્રાલયના સંચાલક ને મળી, પોતે તમામ ખર્ચ આપશે. આ છોકરાઓ પાસે છાત્રાલય ની દિવાલ પર ચિત્રો દોરાવીએ અને બાળકોએ મનપસંદ ચિત્ર દોરી દિવાલ સુશોભિત કરી.
પછી તો વિમળાએ ઝૂંપડપટ્ટીના બાળકો, મહિલાઓ ને પણ પોતાની કળા દર્શાવવાનો મોકો આપ્યો. ઝૂંપડાની ભીંતો વારલી ચિત્રકામથી શોભી ઉઠી. ગામના લોકોને મળી સમજાવ્યા કે તમારી ભીંત આપો આ બાળકો સુશોભિત કરશે. ગામની તો રોનક જ બદલાઈ ગઈ. ગામનું એકપણ મકાન, ઝૂંપડી, સંસ્થાના મકાનની દીવાલ કોરી ન મળે. વારલી કળાથી શોભી ઉઠી.
આખા પંથકમાં આ જ ગામ આટલું સુશોભિત,જેની નોંધ રાજ્યના મુખ્યમંત્રીએ લીધી. આદિવાસી વારલી કળાની જાળવણી અને પ્રખ્યાત કરવા માટે વિમળાને સન્માનિત કરવામાં આવી.
ગામમાં એક ચિત્રકળાની કોલેજ શરૂ કરવામાં આવી,વિમળાને એની ટ્રસ્ટી બનાવી.
