છતરાયણ
છતરાયણ


૨૦૦૮ની ઉતરાયણની સવાર. હું બધા કરતા પહેલા છત પર પતંગ ચગાવવા પોહચી ગયો. ઉતરાયણ માટે મારે મન ખુબ મહત્વ. હું બધાની રાહ જોતો બેઠો હતો છત પર. બેઠા બેઠા હું વિચારમાં પડી ગયો કે ઉતરાયણમાં આ છત પર કેવી મોજ મજા થઇ છે. આ નિર્જીવ છત પણ અંદરથી તો ખુશ તો થતી હશે. પણ ઉતરાયણના આ બે દિવસ સિવાય આ છત તો ખાલી ખમ રહેતી હશે, એ પણ આખુ વર્ષ. છતને કેવું એકલું એકલું લાગતું હશે.
મારા બાળ મનમાં એક ગંભીર પ્રસન્ન થયો. આ બે દિવસમાં છતનું કેટલું મહત્વ છે, તો પછી આને ઉતરાયણજ કેમ કહેવાય છે. અને ત્યારેજ છતને ન્યાય આપવા મૈં એક નિર્યણ કર્યો. કે હવેથી ઉતરાયણ નહિ "છતરાયણ" મનાવીએ. મારા આ નિર્યણને સૌએ માન્ય રાખ્યો. ત્યારથી અમે દર વર્ષે ધામ ધૂમથી ઉજવણી કરીએ છે, "છતરાયણ"