છેલ્લું હાસ્ય
છેલ્લું હાસ્ય
ઘોર અંધકારમાં એક પડછાયાનું અટ્ટહાસ્ય ...હાહાહા. હવે વર્ષો સુધી પૃથ્વી પર મારૂં શાસન રહેશે. આ ઘોર કલયુગ માં મારે હવે વિશેષ કરવાનું નથી. આ સાંભળી ને અંધકાર માં એક નાનકડો પ્રકાશ દેખાયો અને અવાજ આવ્યો, "હે શેતાન. તું અભિમાન ના કર " હે કોણ? આ તો ઈશ્વર. આ કલયુગ માં હવે મારૂં જ રાજ રહેશે. કામ,ક્રોધ,લોભ,મદ,મત્સરજે મનુષ્ય માં છે એમાં હું છવાઈ ગયો છું. વર્ષો પહેલાં આદિ રાક્ષસ, હિરણ્યકશ્યપ, રાવણ જેવામાં પેસેલો. શેતાન ને તમે હરાવેલો. કંસ, દુર્યોધન જેવા ને તમે પરાસ્ત કરેલા, પણ આ કલયુગ માં મારૂં કામ આસાન થઈ રહ્યું છે. અતિલોભ,દરેક માં અતિ નું પ્રમાણ વધારી ને માણસમાં રહેલો શેતાન આજ જીવી રહ્યો છે. ધર્મ અને સત્તા જમાવવાની લાલચે આજે મનુષ્ય ને શેતાન બનાવતા રોકી શકાશે નહીં અને કલયુગની અવસ્થા હજુ ચાર લાખ વર્ષ થી વધુ બાકી છે એટલે મારૂં જ શાસન રહેવાનું છે આટલું બોલીને શેતાને જોરથી અટ્ટહાસ્ય કર્યું. ઈશ્વર બોલ્યા,હે શેતાન તને એમ લાગે છે પણ આ કલયુગ માં મારો અંશ, અવતાર, ફરિશ્તાઓ. વારંવાર આ મનુષ્યો ને માર્ગદર્શન આપવા આવશે ગૌતમ બુદ્ધ જેવા પ્રેમ,દયા અને કરુણાના સાગર ઈશ્વરનો સંદેશો આપતા રહેશે અને તારી અવસ્થા ને સિમિત કરશે. આ અતિ વિશ્વાસ, અભિમાન જ તારા પતનનું કારણ થશે. આ સાંભળી ને શેતાને છેલ્લું હાસ્ય કરતા બોલ્યો. એ તો સમય જ બતાવશે ત્યાં સુધી આ માનવો મારા વશમાં રહેશે અને મારે આ માટે વિશેષ કશું કરવાનું નથી. અતિ લોભ, મદ અને ધર્મના નામે ઝઘડા કરતા આ માણસોમાં હું પ્રભાવ જમાવી ચુક્યો છું. આ બોલી ને શેતાન ઘોર અંધકારમાં અદ્રશ્ય થઈ ગયો. ઇશ્વર મંદ મંદ હાસ્ય કરતા મનમાં બોલ્યા. જેમ અંધકાર ને પ્રકાશનું એક કિરણ દૂર કરી શકે છે એવી રીતે મનુષ્ય સંતોષ, પ્રેમ, દયા, કરૂણા અને માનવતાવાદી વલણ અપનાવશે તેમ આ શેતાની પ્રવૃત્તિથી દૂર રહેશે અને કલયુગની અવસ્થા વહેલી પુરી થશે. અને આકાશમાં સૂર્યનો ઉદય થતાં જ અંધકાર દૂર થયો, કુદરતનું ચહલપહલવાળું હાસ્ય હંમેશા બની રહેશે.