છેલ્લી બેન્ચ
છેલ્લી બેન્ચ


જનરલી છેલ્લી બેન્ચ પર બેસનારને તોફાની ગણવામાં આવે છે. રણવીરનાં પપ્પાની ટ્રાન્સફર નવા શહેરમાં થઈ. રણવીર ને નવી સ્કૂલ માં દાખલ કર્યો. નવી સ્કૂલમાં નવા ક્લાસમાં રણવીર ને છેલ્લી બેન્ચ પર બેસવું પડ્યું. છેલ્લી બેન્ચ પર બેસનાર રણવીરનાં પ્રથમ દિવસે કોઈ મિત્ર બન્યા નહીં. રણવીરે આ જોઈ ને નક્કી કર્યું કે આજે છેલ્લી બેન્ચ પર છું પણ એક દિવસ આગળની બેન્ચ પર બેસીશ. ક્લાસમાં શિક્ષક જે સવાલો પૂછે એના જવાબો જ્યારે કોઈને ના આવડે ત્યારે રણવીર એના સાચા જવાબો આપતો. ક્લાસ ટીચર અને અન્ય શિક્ષકોમાં રણવીરનું નામ ચર્ચામાં રહ્યું. પ્રથમ ટેસ્ટનું રીઝલ્ટ આવ્યું. ક્લાસ ટીચરે ક્લાસનાં હોશિયાર વિદ્યાર્થીઓ ને તેમના રિઝલ્ટ માટે ખખડાવી દીધા. અને રીઝલ્ટ જાહેર કર્યું કે આખા ક્લાસમાં ફક્ત રણવીર જ પાસ થયો છે અને એ પણ ફર્સ્ટ ક્લાસ. અને રણવીર ને બીજા દિવસે આગળની બેન્ચ પર બેસાડ્યો.. અને એ દિવસથી ક્લાસનાં બધા વિદ્યાર્થીઓ એના મિત્રો થયાં.