" ચેલેન્જ " એક સાચી પરિક્ષા
" ચેલેન્જ " એક સાચી પરિક્ષા
પ્રિતેશ આ જો ને સોશ્યલ મીડિયામાં હમણાંથી ચેલેન્જ પડકાર ચાલે છે. હમણાં હમણાં " બાલા..બાલા.." શું આ ચેલેન્જ કહેવાય નાચવું એ પણ કોપીઓરીજનાલીટી ક્યાં રહી છે ?" પ્રિયંકા બોલી.
" હા એમાં શું આવી ચેલેન્જ તો બધા કરે. હું આજ સુધી કોઈ ચેલેન્જ હાર્યો નથી !"
"એમ ! તો હું જે ચેલેન્જ આપું તે કરી બતાવ તો જાણું ?"
'હા,હા, તું કહે તો ખરી." પ્રિતેશ બોલ્યો.
"જો આ દિવાળી આવી રહી છે દિવાળીના તહેવારના પાંચ દિવસ. આ દિવસો માં તારે મગજ શાંત રાખવાનું, ગુસ્સે થવાનું નહીં.. અને વાણીમાં સંયમ રાખવો અને છેલ્લે કોઈનું આત્મસન્માન ને ઠેસ પહોંચાડવી નહીં. બોલ કબુલ છે ?"...
"હા..હા, હું દિવાળીના તહેવારથી તારી ચેલેન્જ ઉપાડી લઉ છું. પણ મારી પણ શરત છે."
"એ શરત પછી આ જે ટ્રાયલ દિવસ. જો તું આજે ટ્રાયલ દિવસે જીતે તો તારી શરત મંજૂર છે..બોલ તૈયાર !"
"લો એમાં કહેવાનું શું . આજથી તારી ચેલેન્જ કબુલ."
"તો પહેલા તમે સ્નાન કરી આવો. સવારના આઠ વાગ્યા છે નહી તો તમારે ઓફિસ જવાનું મોડું થશે."
પ્રિતેશ સ્
નાન કરવા જાય છે. થોડીવાર માં ગુસ્સે થઈ ને બોલ્યો, "અરે મારા કપડા મલતા નથી. આ ઈસ્રીવાળો કપડા આપી નથી ગયો ?"
"અરે પણ તમારા કપડાં તો કબાટમાંજ છે."
"પણ મારે આજે એ નથી પહેરવા ના. મારે તો ફોર્મલ ડ્રેસ પહેરવાનો છે. આમાં તો એકે નથી."
"જુઓ તમે ઓફિસના કપડા નિયમિત ધોવા નાખતા નથી. પોતાનું કામ તો પોતે જ કરવાનું હોય ને ! લો મેં તમારા ડ્રેસને ઈસ્ત્રી કરી દીધી છે."
"અરે તું તો કેટણી શાણી છે ! તું ના હોય તો હું તો જીવી જ ના શકું"
"બસ થાકી ગયા. ચેલેન્જનો આજે ટ્રાયલ દિવસ છે. અને અત્યારથી હારી ગયા. તમે દિવાળીના પાંચ દિવસની ચેલેન્જ માંથી મુક્તિ આપું છું. ઓકે." હસતાં હસતાં પ્રિયંકા બોલી.
"ખરેખર આવી ચેલેન્જ ઉપાડવી અઘરી છે. પણ હવેથી મારૂં કામ હું જાતે કરીશ.અને તે આપેલા ચેલેન્જ મુજબ જીવવાનો પ્રયત્ન કરીશ. ખરેખર જીવન એ પરિક્ષા છે."
નવા વર્ષના શુભ સંકલ્પો પણ ચેલેન્જ જ છે. જો તે પ્રમાણે જીવન જીવીએ તો ! પતિ અને પત્નીની રોચક સંવાદો. નવા વર્ષના શુભ સંકલ્પો સાથે શુભકામનાઓ...જય શ્રી કૃષ્ણ...