ચાલશે - ૪
ચાલશે - ૪
શું ચાલી રહ્યું છે..? લોકડાઉન લોકડાઉન કરી આજે અઠ્ઠાવનમાં દિવસે રાહત તરફ માનવની નજર હતી.
શ્રી નરેન્દ્ર મોદી આપણાં માનવતા વડા પ્રધાન, વિશ્વના માનવતા બની ગયા. આમ જોવા જાવ તો માનસિક રીતે ભણેલા ગણેલા માનવો જરૂર આ પરિસ્થિતિને ચાલશેના પડકારરૂપ લઈ શકે છે,પણ ભારતની એવી પ્રજા છે જેણે એક જગ્યાએ સ્થિર ન રહેતા ..પોતાના વતન તરફ ડગ માંડ્યાં છે..તેમના વિડિયો, તેમનાં મંતવ્યો ને તેમની જડતા આજે સામે આવી રહી છે..શું એમના વતન તરફ સરકાર ન મોકલત ? કેમ જડતા ને અણઘડતા..?
એમને કહો અઠ્ઠાવન દિવસથી પોતાના ઘરની ચાર દિવારમાંથી કેટલાય નથી નિકળ્યા..અરે કેટલાય માનસિક સમતોલન ખોયા છે..કેટલાય ડોક્ટરની ટ્રીટમેન્ટ નથી લઈ શક્યા..કેટલાય જીવનની કેટલીય જરૂરિયાતને ચાલશે સાથે સુલેહ કરી લીધી છે.
શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર થવાની વાત લઈને આવ્યા છે. તેમનું એક વાક્ય ગમ્યું સર્વમ આત્મ વસમ સુખમ એકવીસમી ભારતની સદી ત્યારેજ થશે જ્યારે એક એક ભારતવાસી અસંતોષના કુંડાળામાંથી બહાર નીકળી..આત્માને જગાડી રાજકારણની કૂકરી ન બને. ગ્લોબલ સ્પલાઈ ચેન જો ઊભી કરવી હોય તો શુદ્ધ આત્મનિર્ભરતા આવવી જોઈએ. છે ભારતવાસીઓમાં...ગળથૂથી માં નવાભારતના જન્મ સમયે જ લાંચરૂશ્વત ને ભ્રષ્ટાચાર ૧૯૪૭ થી ચાલી આવે છે. હમણાં એ કેટકેટલાય કૌભાંડ આપણે ટી.વી ને સમાચાર પર જોઈએ છીએ. કવિ શ્રી ઉમાશંકર જોશીનું ગીત મને યાદ આવે છે...
તે શું કર્યુ
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
‘લાંચ રૂશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !’
રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો ! તેં શું કર્યું ?
-આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.
-ઉમાશંકર જોશી
-સ્વતંત્રતા દિવસ આવે અને બધાને એક વાર પોતાનો દેશ યાદ આવી જાય. દરેક જણ આ નેતાઓએ દેશની પથારી ફેરવી નાંખી એવુંમાને છે. નહેરુના વંશજોએ દેશને ખાડે નાંખ્યો… લાલુ આમ કરે છે… પેલો તેમ કરે છે… પણ કોઈ કદી એમ વિચારે છે ખરું કે એ પોતેપણ આ દેશનો જ એક હિસ્સો છે ? આ દેશ જો વિનિપાતના માર્ગે છે તો એને એમાંથી ઉગારવા માટે આપણે એક વ્યક્તિ તરીકે, એકદેશવાસી તરીકે શું કર્યું ? ‘હર એક હિંદી હિંદ છે’ કહીને કવિએ આ કાવ્યમાં જે રીતે મસૃણતાથી ચોટ કરી છે એ આજે આટલાં વર્ષે એટલે પ્રૌઢ થઈ ગઈ આઝાદી પછી કદાચ જ્યારે શ્રી નરેન્દ્ર મોદી નું કહેવું છે કે, હર એક હિંદી હિંદ બને આત્મનિર્ભરતાના પાયા પર તો લોકોને પ્રશ્ન કેમ જાગે છે ?
લોકોને પોતાના પર વિશ્વાસ નથી..તેથી આ વીસ લાખ કરોડનો આંકડો ચાલશેના પાયાને મજબૂત ન બનાવી હલાવી રહ્યા છે..સંગઠિત અસંગઠિત લોકલ માંગ ને વોકલ બનાવી પૂર્ણ કરવા નાના ફેરિયાથી લઈ દરેક ગૃહ ઉદ્યોગને વિકસાવવાનું તો ૧૯૪૦થી ૧૯૪૭ સુધી એક ધોતીને હાથમાં લાકડી ને આંખે ચશ્મા પહેરી પગે ફેરી ફરનારા મહાત્મા ગાંધી પણ કહેતા હતા..ક્યાં છે આજે આટલા વર્ષે ભારતમાતાની એ સંતાનો જે પરદેશી માલ બાળીને સ્વદેશી ના એમના સ્વપ્ના પૂર્ણ કરવાની તૈયારી બતાવી હતી..અરે હું લખી રહી છું તો મારામાં પણ એ ભાવના સુષુપ્ત થઈ ગઈ છે..મારા ઘરમાં રેંટિયા પર સૂતર કાંતવામાં આવતું..દારૂ પાછળ પીકેટીંગ થતું..પણ આજે લોકડાઉનમાં પણ પહેલી છૂટ દારૂની દુકાન ખોલી કરવામાં આવી..ત્યાં કોઈ ચાલશેની તલપ નહોતી..!
આજે મધ્યમવર્ગનો માનવી ભીંસાય રહ્યો છે ઘર ચલાવવા તે કેટકેટલા પ્રયત્નો કરી રહ્યો છે...સાચો ચાલશે શબ્દ એણે ઓળખ્યો છે...લોકડાઉન ૪.૦જો નહીં ખૂલે તો હવે એ ભીંસાયેલા માનવીઓને મનોવૈજ્ઞાનિક ડોક્ટરોની વધુ જરૂર પડશે..
ચાલશે ૪ અંતિમ હોય એવી અભિલાષા રાખીએ.. શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન આત્માને જગાડીને આત્મનિર્ભર થવાનું પૂર્ણ કરીએ.
