Pallavi Oza

Others

3  

Pallavi Oza

Others

બર્થડે મેસેજ

બર્થડે મેસેજ

1 min
191


તરુલતાબેનની આજે પંચોતેરમી વર્ષગાંઠ હતી. સવારે છ વાગ્યે ઉઠી તરુલતાબેનને પગે લાગી આશિષ મેળવી દીકરી જેવી વહુ શોભા, પોતાની સાસુ કહો કે માના જન્મ દિવસની તૈયારીમાં લાગી ગઈ.

વહેલી સવારે શોભાના મોબાઈલમાં મેસેજ આવ્યો, હેપ્પી બર્થડે દાદીમા પછી મેસેજની વણજાર શરું થઈ, ઢગલો એક મેસેજ આવ્યા. દૂર દૂરના ભત્રીજા, ભાણેજ, દીકરાઓ,દીકરીઓ તેમજ સગા- સંબંધીઓ કેટકેટલાનો આભાર માનવો.

પોતાની મા માટે ભાવતી વાનગીઓ બનાવવી, ફ્રુટ કેક તૈયાર કરવી કે મેસેજોના જવાબ આપવા. શોભાએ મોબાઈલ બંધ કરી દીધો.

તરુલતાબેન શોભાને કહેતા હતા, "આ રોમા, કાવ્યા, શ્રેયસ આભા, પૃથ્વી સવારના પહોરમાં પગે લાગવા આવતા હતા આજે કેમ ન આવ્યા !" પચ્ચીસેક નામ લઈ લીધા બા એ. શોભા મા જેવી સાસુને કેમ સમજાવે કે, 'બા, હવે જમાનો ફરી ગયો છે, કોઈ રૂબરૂ મળી જ્ન્મ દિવસ વિશ કરવા નથી આવતું માત્ર "હેપ્પી બર્થડે મેસેજ" કરી દે છે.'


Rate this content
Log in