Mehul Patel

Children Stories

4  

Mehul Patel

Children Stories

બળદની મિત્રતા

બળદની મિત્રતા

2 mins
252


એક હતું ગામ. આ ગામની ઘણા વર્ષો પહેલાંની એક પશુ મિત્રતાની વાત છે. આ ગામમાં રઘુભાઈ નામે એક ખેડૂત ખેતી કરીને ગુજરાન ચલાવે. તેમને બે સરસ મજાના બળદ હતા. આ બંને બળદ તેમના રંગ પ્રમાણે 'કાળિયો ' અને 'ગોળીયો' એમ ઓળખાતા, બંને બળદો વચ્ચે ગાઢ મિત્રતા હતી.

રઘુભાઈ આ બંને બળદ મિત્રોને સરખો ઘાસ પૂરો નાંખતા. બંને બળદ હળી-મળીને લડ્યા વગર ખાતા. સવાર પડે ત્યારે રામજીભાઈ બંને બળદને ખેતરમાં કામ માટે લઈ જતા. કામ પૂરું થાય ત્યારે સાંજ પડે ત્યારે બંને બળદને ઘરે બાંધીને ઘાસ નાંખતા.

 એક સમયની વાત છે ગોળીઓ બળદ બેઠો બેઠો ખાતો હતો તેનું ધ્યાન માત્ર ખાવામાં જ હતું એવી વેળા એ એક સાપ ગોળિયા બળદ પર ચડ્યો. આ વાતની ખબર ગોળીયા ને ન હતી જે વાત કાળીયા બળદે જાણી અને તેવા જ સમયે કાળીયા બળદે પોતાનું પૂંછડું વિંઝીને સાપને હેઠો પાડી દીધો. અને સાપ કરડે તે પહેલા જ બળદે તેને ત્યાંથી ભગાડી મૂક્યો.

ગોળીયા બળદે આ દ્રશ્ય જોયું તો તેના આંખમાંથી આંસુ સરી પડ્યા. જે કાળીયા બળદે પોતાની જીભ વડે ચાટી ને પોતાનો ગોરીયા મિત્ર પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો.

 રઘુભાઈ નિત્યક્રમ પ્રમાણે બંને બળદને સાથે જ ખેતરમાં લઈ જતા, વિરામના સમયે ગોળીઓ બળદ ગાડા સાથે બાંધેલો હોય છે. અને કાળિયો બળદ છુટ્ટો ફરતો હોય છે. આ કાળિયો ઘાસ ચરતો ચરતો ઘણો દૂર પહોંચી ગયો હોય છે.એવામાં એક અલમસ્ત હરતો-ફરતો મસ્તી ખોર આખલો કાળીયા બળદ સાથે લડવા લાગ્યો.!. આ દ્રશ્ય ગોળીઓ બળદ જોઈ રહ્યો હોય છે.જોતજોતામાં તો કાળો બળદ આખલા સામે લડવામાં નાસીપાસ થઈ જાય છે. અને લોહીથી લથપથ થઈ જાય છે. એ જ સમયે ગોળીઓ બળદ પોતાને બાંધેલું દોરડું તોડી નાખે છે અને તેના નાકમાંથી લોહી વહેવા લાગે છે.અને પેલા મસ્તીખોર આખલા પર તૂટી પડે છે.

 પછી તો બંને બળદ ભેગા થઈને આખલાની એક જ શક્તિથી વારંવાર પછાડે છે. અને છેવટે આખલો પોતાની હાર માનીને ત્યોથી જીવ બચાવીને નાસી જાય છે અને રામજીભાઈ આ દ્રશ્ય જોતા રહી જાય છે તો તેઓ આ બંને બળદની મિત્રતા જોઈને ખૂબ જ ખુશ થાય છે.

 આ વાતની જાણ ગામમાં બધા જ લોકોને થાય છે એટલું જ નહીં આ બંને બળદને ગામ વચ્ચે લાવીને ગામના સરપંચ શણગાર સજાવીને તે બંનેનું બહુમાન કરે છે.અરે ,આ બંને બળદની મિત્રતા તો ગામલોકો માટે પણ પ્રેરણાદાયી બની રહે છે. અને ગામમાં બધા હળીમળીને રહે છે. અને આ બંને બળદો કૃષ્ણ સુદામાના નામે ઓળખાય છે.


Rate this content
Log in